પાકિસ્તાન સામેની મેચ હોય અને તિલક વર્માનું બેટ ન ચાલે એવું ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી તિલક વર્મા પોતાની બેટિંગ ફોર્મને લઈને સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ એશિયન ગેમ્સ 2026ની ગોલ્ડ મેડલ મેચમાં પાકિસ્તાન સામે ફરી એકવાર તેમનું બેટ જોરદાર બોલ્યું. તિલક વર્માએ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યા બાદ તોફાની અડધી સદી ફટકારીને મેચનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું હતું

શરૂઆતમાં શાંત, અંતમાં તોફાન

તિલક વર્મા જ્યારે ક્રિઝ પર આવ્યા ત્યારે શરૂઆતની 8 બોલમાં તેઓ માત્ર 7 રન જ બનાવી શક્યા હતા. આ દરમિયાન તેમના બેટમાંથી એક પણ બાઉન્ડરી આવી નહોતી. જોકે નવમી બોલ પર તેમણે પોતાની ઇનિંગનો પ્રથમ ચોગ્ગો ફટકારીને રન બનાવવાની ગતિ વધારવાની શરૂઆત કરી.ત્યારબાદ 18મી ઓવરમાં તિલક વર્માએ અચાનક ગિયર બદલી નાખ્યો. પાકિસ્તાની બોલરો સામે તેમણે આક્રમક શોટ રમવાનું શરૂ કર્યું. 18મી ઓવરની પાંચમી અને છઠ્ઠી બોલ પર તિલકે સતત બે લાંબા છગ્ગા ફટકારીને પાકિસ્તાની કેમ્પમાં ખળભળાટ મચાવી દીધો. આ પછી સૈયમ અયૂબ અને અહમદ ડેનિયલની બોલિંગમાં પણ તિલકનો તોફાન ચાલુ રહ્યો. તેમણે વધુ 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. એટલે કે 18મી ઓવરની પાંચમી બોલથી 20મી ઓવરની ચોથી બોલ સુધી તિલકે માત્ર 6 બોલનો સામનો કર્યો અને તેમાં 4 છગ્ગા તથા 1 ચોગ્ગા સાથે 29 રન ફટકારી દીધા.

https://x.com/BCCI/status/2106267392469004318?s=20


શિવમ દુબે સાથે મહત્વની ભાગીદારી

તિલક વર્માએ પોતાની તોફાની અડધી સદી દરમિયાન શિવમ દુબે સાથે પણ મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. બંને ખેલાડીઓએ માત્ર 30 બોલમાં 62 રનની ભાગીદારી કરીને ભારતીય ઇનિંગને અંતિમ ઓવરોમાં જરૂરી વેગ આપ્યો.તિલકની આ ઇનિંગની ખાસ વાત એ રહી કે શરૂઆતમાં ધીમી બેટિંગ કર્યા બાદ તેમણે અંતિમ તબક્કામાં જોખમ લઈને મોટા શોટ રમ્યા અને ટીમના સ્કોરમાં મોટો ફાળો આપ્યો.

પાકિસ્તાન સામે તિલકનું બેટ કેમ ચાલે છે?

તિલક વર્માએ પાકિસ્તાન સામે અગાઉ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. એશિયા કપની ફાઇનલમાં પણ તેમણે મુશ્કેલ સમયે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તે મેચમાં ભારતે માત્ર 20 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તિલકે જવાબદારી સંભાળી અને 53 બોલમાં અણનમ 69 રનની ઇનિંગ રમી હતી.હવે એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં પણ તિલકે પાકિસ્તાન સામે પોતાની બેટિંગનો દમ બતાવ્યો છે. શરૂઆતમાં રન બનાવવામાં મુશ્કેલી પડી હોવા છતાં અંતિમ ઓવરોમાં તેમણે જે રીતે છગ્ગાનો વરસાદ કર્યો, તેનાથી ભારતીય ટીમને મોટો સ્કોર બનાવવામાં મદદ મળી.

આ પણ વાંચો - Abhishek Sharmaએ પાકિસ્તાન સામે ફટકારી સૌથી ઝડપી અડધી સદી, 7 છગ્ગાથી મચાવ્યો કહેર