કોલંબોમાં ભારત અને શ્રીલંકા XI વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ શરૂ થઈ ગઈ છે.શ્રીલંકા XIએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.શ્રીલંકાએ મજબૂત શરૂઆત કરી.પહેલા દિવસના પહેલા સત્રમાં ભારતીય બોલરો વિકેટ લેવામાં સંઘર્ષ કરી રહ્યા હતા.જોકે તેઓએ કેટલીક તકો બનાવી.પરંતુ તેમને ફિલ્ડ સપોર્ટનો અભાવ હતો.આ મેચમાં ભારતનું નેતૃત્વ કરી રહેલા કેએલ રાહુલે સ્લિપમાં એક સરળ કેચ છોડી દીધો.
કેએલ રાહુલે કુલદીપની બોલિંગ પર એક સરળ કેચ છોડી દીધો
ઇનિંગના પહેલા સત્રમાં કુલદીપ ભારત માટે 26મી ઓવર ફેંકી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર, કુલદીપે વિકેટ લેવાની તક બનાવી. કુલદીપે ઓફ-સ્ટમ્પની બહાર રવિન્દુ રસંથાને શોર્ટ ઓફ લેન્થ ડિલિવરી ફેંકી. શ્રીલંકાના બેટ્સમેનએ કટ શોટનો પ્રયાસ કર્યો. જોકે, બોલ તેના બેટ સાથે અથડાયો અને સ્લિપમાં ઉભેલા કેએલ રાહુલ પાસે ગયો.રાહુલ પાસે કેચ લેવાની સારી તક હતી. પરંતુ બોલ તેના હાથમાંથી ઉછળી ગયો અને કેચ પડી ગયો. આનાથી શ્રીલંકાના બેટ્સમેનને મોટી લાઈફલાઈન મળી.
ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગથી તણાવ વધ્યો
લંચ બ્રેક પછી, દેવદત્ત પડિકલે પણ જાડેજાની બોલિંગ પર એક કેચ છોડી દીધો. તેણે રસંથાનો કેચ પણ છોડી દીધો. નોંધનીય છે કે ભારતીય ટીમની ફિલ્ડિંગ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ રહી છે. અગાઉ, આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન, ભારતીય ફિલ્ડરોએ અસંખ્ય કેચ છોડ્યા હતા.શ્રીલંકા સીરિઝ પહેલા ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચને પણ બદલવામાં આવ્યા હતા. શુભદીપ ઘોષ ભારતના નવા ફિલ્ડિંગ કોચ બન્યા છે, પરંતુ તેમના આગમન પછી પણ, ફિલ્ડિંગમાં કોઈ સુધારો થયો નથી. આગામી ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયા માટે આ ચિંતાનો વિષય છે.
https://x.com/duhh_itzsarthak/status/2085620722354057423?s=20
શુભમન ગિલ ઘાયલ
ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ અંગે, ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન શુભમન ગિલ આ મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યા નથી. BCCI તરફથી મળેલી માહિતી અનુસાર, શુભમનને પ્રેક્ટિસ દરમિયાન જમણી આંગળીમાં ઈજા થઈ છે. આ કારણે, તે પ્રથમ મેચના પહેલા દિવસે મેદાનમાં ઉતરશે નહીં અને તેની ગેરહાજરીમાં, કેએલ રાહુલ આ વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચો - Sri Lanka પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ ઇજાને પગલે બહાર, રાહુલ સંભાળશે કમાન