ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સીરિઝની ત્રીજી મેચ આજે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7:00 વાગ્યે શરૂ થનારી આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. રાંચીમાં રમાયેલી બીજી T20માં બંને ટીમોએ મળીને 501 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે 250 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ ઇન્દોરમાં વાપસી કરવા માટે તૈયાર છે.હોલ્કર સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં નાની બાઉન્ડ્રી અને સારો ઉછાળો હોવાથી મોટા સ્કોર બનવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં ભારતીય બોલરો માટે આ મેચ મોટો પડકાર બની શકે છે
હોલ્કર સ્ટેડિયમમાં બેટ્સમેનોનું રાજ!
ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં બેટિંગ કરવી સામાન્ય રીતે સરળ રહે છે.આ આંકડો દર્શાવે છે કે અહીં બેટિંગ કરનારી ટીમ મોટો સ્કોર ઊભો કરી શકે છે. જોકે, રાત્રિની મેચમાં ઝાકળની અસર પણ મહત્વપૂર્ણ બની શકે છે, જેના કારણે બીજી ઇનિંગમાં બોલિંગ કરવી મુશ્કેલ બની શકે છે.હોલ્કર સ્ટેડિયમ પહેલાં મહારાણી ઉષા રાજે ટ્રસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતું હતું. આ સ્ટેડિયમમાં આશરે 30,000 દર્શકો બેસી શકે છે.
રાંચીમાં ભારતીય બોલરોની ભૂલ ભારે પડી
બીજી T20માં ભારતીય ટીમે 249 રન બનાવ્યા હતા,પરંતુ વેસ્ટ ઇન્ડિઝે શાનદાર બેટિંગ કરીને મેચ જીતી લીધી હતી.મયંક યાદવે પાવરપ્લેમાં 3 વિકેટ લઈને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. જોકે, શેરફેન રધરફોર્ડનો મહત્વપૂર્ણ કેચ છૂટી જતાં ભારતને ભારે નુકસાન થયું હતું.રધરફોર્ડે ત્યારબાદ 37 બોલમાં 84 રનની તોફાની ઇનિંગ રમી હતી.બીજી તરફ,કેપ્ટન શાઈ હોપે અણનમ સદી ફટકારી હતી.બંને વચ્ચેની 120 રનની ભાગીદારીએ વેસ્ટ ઇન્ડિઝની જીતનો માર્ગ સરળ બનાવ્યો હતો.હવે ઇન્દોરમાં ભારતીય બોલરોને પોતાની લાઇન અને લેન્થ પર નિયંત્રણ રાખવાની સાથે ફિલ્ડિંગમાં પણ સુધારો કરવો પડશે. અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શિવમ દુબે અને નમન ધીર પર પણ નજર રહેશે.
https://x.com/PTI_News/status/2108797110250537115?s=20
શ્રેયસ અય્યર અને સંજુ સેમસન પાસેથી મોટી આશા
ભારતીય બેટિંગમાં શ્રેયસ અય્યરનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે.તેમણે પ્રથમ મેચમાં અણનમ 102 રન બનાવ્યા હતા અને બીજી મેચમાં પણ 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી.સંજુ સેમસને પણ બીજી મેચમાં 41 બોલમાં 82 રન બનાવીને પોતાની લય પાછી મેળવી હતી. ઈશાન કિશન અને તિલક વર્મા જેવા ખેલાડીઓ પણ ટીમને મજબૂત બનાવે છે.ભારતીય ટીમ ઇન્દોરમાં પોતાની આક્રમક બેટિંગના આધારે મોટો સ્કોર બનાવવા માગશે. બીજી તરફ, શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડ ફરી એકવાર ભારતીય બોલરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
હોલ્કર સ્ટેડિયમમાં T20ના આંકડા
કુલ મેચ 4
- પ્રથમ બેટિંગ કરીને જીત 2
- પ્રથમ બોલિંગ કરીને જીત 2
- પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 200
- બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર 166
ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ
ભારત: શ્રેયસ અય્યર, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન, તિલક વર્મા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, નમન ધીર, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને મયંક યાદવ.
આ પણ વાંચો - IND vs WI 3rd T20 : ઇન્દોરમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં થશે ફેરફાર, જાણો કોનું પત્તું કપાશે?