ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ODI સીરિઝની વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી T20I સીરિઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને T20I ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ નમન ધીરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.આ નિર્ણય ભારતીય ટીમના આગામી ટેસ્ટ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદરને લાંબા ફોર્મેટની ક્રિકેટ માટે તૈયાર થવાની તક મળે તે માટે તેમને T20I ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

ટેસ્ટ સીરિઝ પહેલા રેડ-બોલ ક્રિકેટ રમશે સુંદર

ભારતીય સિનિયર સિલેક્શન કમિટીએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ વોશિંગ્ટન સુંદરને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I સીરિઝમાંથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝને ધ્યાનમાં રાખીને સુંદરને રેડ-બોલ ક્રિકેટમાં વધુ મેચ પ્રેક્ટિસ આપવાનો નિર્ણય લેવાયો છે.રણજી ટ્રોફીની નવી સિઝન 11 ઓક્ટોબરથી શરૂ થવાની છે.આવી સ્થિતિમાં સુંદર પોતાની રાજ્યની ટીમ તરફથી રણજી ટ્રોફીમાં રમી શકે છે અને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયારી કરી શકે છે.ટેસ્ટ સીરિઝ પહેલા લાંબા ફોર્મેટમાં મેચ પ્રેક્ટિસ મેળવવી સુંદર માટે મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને બોલિંગ અને બેટિંગ બંનેમાં લાંબા સ્પેલ તથા લાંબી ઇનિંગ્સનો અનુભવ તેમને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

https://x.com/BCCI/status/2105617631441276989?s=20

નમન ધીરને મળી તક

વોશિંગ્ટન સુંદરના સ્થાને નમન ધીરને ભારતીય T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નમન ધીર અગાઉ પણ ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. હવે તેમને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I સીરિઝમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળશે.ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને સતત તક આપવામાં આવી રહી છે. નમન ધીર માટે પણ આ સીરિઝ પોતાની દાવેદારી મજબૂત કરવાનો મહત્વનો મોકો બની શકે છે.

ODI ટીમમાં પણ થયો હતો ફેરફાર

વોશિંગ્ટન સુંદરના ફેરફાર પહેલા ભારતની ODI ટીમમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે ગૌહાટીમાં રમાયેલી બીજી ODI દરમિયાન ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.ઈજાના કારણે પ્રસિદ્ધ કૃષ્ણા સીરિઝની ત્રીજી ODIમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને સિલેક્શન કમિટીએ ઝડપી બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે. અંશુલ કંબોજ ચંડીગઢમાં ભારતીય ટીમ સાથે જોડાશે.

આ પણ વાંચો - Gautam Gambhirનો ગિલ પર અતૂટ ભરોસો! કેપ્ટનશિપને લઈને હેડ કોચે કહી આ મોટી વાત