ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની ODI સિરીઝ ચાલી રહી છે. સિરીઝની પહેલી મેચ 13 જૂને ધર્મશાલામાં રમાઈ હતી. વરસાદને કારણે મેચ 25 ઓવરની કરવામાં આવી હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને આ મેચ જીતી લીધી. 


ભારત તરફથી શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમી. ગુરનુર બ્રારે પણ શાનદાર બોલિંગ કરી. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝે સદી ફટકારી, પરંતુ તેની સદી વ્યર્થ ગઈ. ભારતે 7 વિકેટથી જીત મેળવી અને સિરીઝમાં 1-0થી લીડ મેળવી.

અફઘાનિસ્તાને 194 રન બનાવ્યા

અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર બેટિંગ કરી. ઈનિંગની શરૂઆત કરતા રહેમાનુલ્લાહ ગુરબાઝે 51 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને 102 રન બનાવ્યા. તે અફઘાનિસ્તાન માટે ODIમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન પણ બન્યો. તેને 200 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. ગુરબાઝ સિવાય અન્ય કોઈ અફઘાન ખેલાડીએ ખાસ પ્રભાવ પાડ્યો નહીં. 

ઈબ્રાહિમ ઝાદરાને 4 બોલમાં 1 રન બનાવ્યો, અને સાદિકુલ્લાહ અટલ 2 બોલ પછી કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 30 બોલમાં 27 રન બનાવ્યા, અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​16 બોલમાં 26 રન બનાવ્યા. અફઘાનિસ્તાને 24.5 ઓવરમાં 194/10 રન બનાવ્યા.

ભારતની શાનદાર શરૂઆત

ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી. રોહિત શર્મા 16 બોલમાં 16 રન બનાવીને રન આઉટ થયો. શુભમન ગિલે પણ શાનદાર બેટિંગ કરી. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા ઈશાન કિશનએ 22 બોલમાં 34 રન બનાવ્યા. 

આ દરમિયાન શ્રેયસ ઐયરે 15 બોલમાં 12 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલે 66 બોલમાં અણનમ 84 રન બનાવ્યા. જ્યારે કેએલ રાહુલે અંતમાં ધમાકેદાર 19 બોલમાં 39 રન બનાવ્યા. ભારતે 22.5 ઓવરમાં 195/3 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: