ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની ODI સિરીઝની પહેલી મેચ 13 જૂને ધર્મશાલામાં રમાશે. વરસાદના કારણે રમત શરૂ થવામાં વિલંબ થયો, જેના કારણે 25 ઓવરની મેચ રમાઈ.
રહેમાનુલ્લાહ ગુરબાઝે અફઘાનિસ્તાન માટે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતીય બોલરોને સંપૂર્ણ રીતે હેરાન કરી દીધા. તેને પોતાની શાનદાર સદીથી ફેન્સના દિલ જીતી લીધા. તેને અફઘાનિસ્તાન માટે સૌથી ઝડપી સદી ફટકારીને ઈતિહાસ પણ રચ્યો.
રહેમાનુલ્લાહ ગુરબાઝે સૌથી ઝડપી સદી ફટકારી
રહેમાનુલ્લાહ ગુરબાઝ અફઘાનિસ્તાન માટે ODIમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. તેને માત્ર 48 બોલમાં સદી પૂરી કરી. ગુરબાઝે પોતાની બેટિંગથી ધૂમ મચાવી અને ભારતીય બોલરોને હેરાન કરી દીધા. તેને 51 બોલમાં શાનદાર 102 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. તેને 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને ધૂમ મચાવી દીધી.
રહેમાનુલ્લાહ ગુરબાઝ ભારત સામે વનડેમાં સદી ફટકારનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. શાહિદ આફ્રિદીએ 2005માં કાનપુર ખાતે 45 બોલમાં ભારત સામે સૌથી ઝડપી વનડે સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
અફઘાનિસ્તાન માટે સૌથી ઝડપી ODI સદી (બોલનો સામનો કરીને)
48 બોલ – રહેમાનુલ્લાહ ગુરબાઝ વિરુદ્ધ ભારત, ધર્મશાલા, 2026
72 બોલ - મોહમ્મદ શહઝાદ વિરુદ્ધ સ્કોટલેન્ડ, અલોવે, 2010
72 બોલ - કરીમ સાદિક વિરુદ્ધ નેધરલેન્ડ્સ, શારજાહ, 2012
85 બોલ - નવરોઝ મંગલ વિરુદ્ધ સ્કોટલેન્ડ, શારજાહ, 2013
85 બોલ – મોહમ્મદ શહઝાદ વિરુદ્ધ આયર્લેન્ડ, બેલફાસ્ટ, 2019
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા