જ્યારે ભારતીય ટીમે ICC T20 વર્લ્ડકપ 2026 ટ્રોફી જીતી હતી, ત્યારે કોઈએ કલ્પના પણ ન હતી કરી કે સૂર્યકુમાર યાદવને આગામી સિરીઝના કેપ્ટનપદેથી દૂર કરવામાં આવશે અને ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર કરવામાં આવશે.
હવે BCCI એ આ નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે જેમાં તેમણે શ્રેયસ ઐયરને નિયુક્ત કર્યા છે, જેને છેલ્લા લગભગ 3 વર્ષથી કોઈ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી, તેને આ ફોર્મેટમાં નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. કેપ્ટન તરીકે ખૂબ જ સારો રેકોર્ડ ધરાવતા સૂર્યકુમાર યાદવે BCCIના આ નિર્ણય પછી હવે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે, જેમાં સૂર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે.
સૂર્યકુમાર યાદવે કહી આ વાત
2024 T20 વર્લ્ડકપ પછી સૂર્યકુમાર યાદવે આ ફોર્મેટમાં ભારતીય ટીમના નિયમિત કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી. તેમના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા એક પણ દ્વિપક્ષીય સિરીઝ હાર્યું નથી. વધુમાં ભારતીય ટીમે એશિયા કપ અને 2026 T20 વર્લ્ડકપ પણ જીત્યો હતો. પરંતુ તાજેતરના વર્ષોમાં સૂર્યાનું બેટિંગ ફોર્મ ખરાબ રહ્યું છે, જેના કારણે ટીમમાં તેનું સ્થાન સતત તપાસ હેઠળ છે. તે IPL 2026 માં પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો.
પરિણામે તેનું ખરાબ ફોર્મ ટીમમાંથી તેની બાદબાકીનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ભારતીય ટીમમાંથી બાદબાકી બાદ, સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેને ટીમનો ફોટો અને એક ટૂંકું કેપ્શન આપ્યું, જેમાં આ પ્રતિભાશાળી જૂથને આગળના પડકારો માટે શુભકામનાઓ પાઠવી. તેને પોસ્ટ સાથે ભારતીય ધ્વજ ઈમોજી પણ સામેલ કર્યો.
શ્રેયસ ઐયર માટે રસ્તો સરળ નહીં હોય
ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટન શ્રેયસ ઐયર સામે પડકારો છે, કારણ કે તેને હજુ સુધી ઈન્ટરનેશનલ ફોર્મેટમાં આ જવાબદારી સંભાળી નથી. શ્રેયસ ઐયર IPLમાં ત્રણ ફ્રેન્ચાઈઝી ટીમોનું નેતૃત્વ કરી ચૂક્યો છે, જેમાં તેમને 100 થી વધુ મેચનો અનુભવ છે. શ્રેયસ ઐયર આયર્લેન્ડ પ્રવાસથી પોતાની કેપ્ટનશીપની શરૂઆત કરશે, પરંતુ તેમની ખરી કસોટી 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝથી શરૂ થશે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા