શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ગુરુવારે હરારેમાં ઝિમ્બાબ્વે સામેની પહેલી T20I મેચ 7 વિકેટથી જીતી હતી. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાનો આ પહેલી જીત છે.
આ પહેલા શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ મેન ઈન બ્લુને સતત 6 હારનો સામનો કરવો પડ્યો હતો. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વૈભવે માત્ર 19 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 50 રનની ઈનિંગ રમી હતી.
ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં કર્યું શાનદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરતા, ટીમ ઈન્ડિયાએ 13.2 ઓવરમાં 3 વિકેટે મેચ જીતી લીધી. ભારત માટે આ મેચ એકતરફી રહી.
ભારતને કોઈ પણ સમયે એવું લાગ્યું નહીં કે મેચ ખસી રહી છે. ભારત તરફથી મયંક યાદવ અને પ્રિન્સ યાદવે પ્રથમ ઈનિંગમાં 2-2 વિકેટ લીધી હતી. શિવમ દુબે અને રવિ બિશ્નોઈએ પણ 1-1 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો
ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે અભિષેક શર્માના રૂપમાં 23 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. અભિષેકે 8 બોલમાં ફક્ત 1 રન બનાવ્યો. ત્યારબાદ વૈભવ સૂર્યવંશીએ ઈશાન કિશન સાથે મળીને બીજી વિકેટ માટે 21 બોલમાં 45 રનની પાર્ટનરશીપ કરી અને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી.
ટીમે 68 રનના સ્કોર પર સૂર્યવંશીની બીજી વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐય્યર બેટિંગ કરવા આવ્યો. ઈશાન અને ઐયરે ત્રીજી વિકેટ માટે 46 રનની પાર્ટનરશીપ (31 બોલ) કરી. ટીમને ત્રીજો ઝટકો ઈશાન કિશનના રૂપમાં પડ્યો, જેણે 24 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 35 રન બનાવ્યા.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?