ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શુક્રવારે  4 સપ્ટેમ્બરના રોજ મોટો એક મોટી જાહેરાત કરી.ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ પ્રથમ વખત જાપાન સામે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.આ મુકાબલો 2026ની એશિયન ગેમ્સમાં ભારતીય ટીમના અભિયાનની શરૂઆત પહેલાં રમાશે.ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત 28 સપ્ટેમ્બરથી કરવાની છે. તેના 6 દિવસ પહેલાં એટલે કે 22 સપ્ટેમ્બરે ભારત અને જાપાન વચ્ચે આ ઐતિહાસિક T20 મેચ રમાશે. પુરુષ ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે બંને દેશોની ટીમો એકબીજા સામે મેદાન પર ઉતરશે.

ભારત અને જાપાન વચ્ચે પ્રથમ મુકાબલો

ભારત અને જાપાન વચ્ચે અત્યાર સુધી પુરુષ ક્રિકેટમાં એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી. તેથી 22 સપ્ટેમ્બરની આ મેચ બંને દેશોના ક્રિકેટ માટે ખાસ બની રહેશે.BCCIના આ નિર્ણયથી જાપાનમાં પણ ક્રિકેટને પ્રોત્સાહન મળવાની આશા છે. ભારત વિશ્વની સૌથી મજબૂત ક્રિકેટ ટીમોમાંથી એક છે, જ્યારે જાપાનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટને આગળ વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ભારતીય ટીમ માટે આ મેચ એશિયન ગેમ્સ પહેલાં તૈયારીઓની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહેશે. ખેલાડીઓને ટૂંકા ફોર્મેટમાં પોતાની લય મેળવવાની તક મળશે અને ટીમ મેનેજમેન્ટને પણ ખેલાડીઓનું મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.

https://x.com/BCCI/status/2095832507174502727?s=20

ભારત-જાપાન મેચ ક્યાં રમાશે?

BCCIએ સોશિયલ મીડિયા પર આ ઐતિહાસિક મેચ અંગે માહિતી શેર કરી છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારત અને જાપાન વચ્ચેનો મુકાબલો મંગળવાર, 22 સપ્ટેમ્બરે રમાશે.આ મેચ જાપાનના તોચિગી પ્રીફેક્ચરમાં આવેલા સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય અનુસાર મેચની શરૂઆત સવારે 9:30 વાગ્યે થશે.આ મેચને ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ સાથે પણ જોડવામાં આવી છે. બંને દેશો વચ્ચેના સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને યાદગાર બનાવવા માટે આ ઐતિહાસિક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત અને જાપાન રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બનશે

ભારત અને જાપાન રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે, બંને દેશોની પુરુષ ક્રિકેટ ટીમો 22 સપ્ટેમ્બર, 2026 ના રોજ જાપાનના તોચીગીમાં એક ઐતિહાસિક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ મેચ "સ્પોર્ટ 75 નામની એક નવી પહેલનો ભાગ છે, જેનો નિર્ણય જાપાનના વડા પ્રધાન સના તાકાઈચી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો અને મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો છે. વધુમાં, આ પહેલ 2036 માં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોનું આયોજન કરવાના ભારતના સ્વપ્નને ટેકો આપવા માટે બનાવવામાં આવી છે, જેનાથી બંને દેશો રમતગમતના ક્ષેત્રમાં એકબીજાને ટેકો આપી શકે.

દેવજીત સૈકિયાએ ભારત-જાપાન મેચ વિશે શું કહ્યું?

BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ આ T20 મેચ રમવા માટે જાપાન જાય છે તે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. તેમણે કહ્યું કે આ મેચ જાપાન અને બાકીના પૂર્વ એશિયામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવાની એક શ્રેષ્ઠ તક છે. ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા લાંબા સમયથી ચાલતી અને અતિ મજબૂત છે, અને રમતગમત દ્વારા આ 75 વર્ષના સંબંધોની ઉજવણી કરવી એ ખરેખર એક ખાસ અનુભવ હશે. એશિયન ગેમ્સ પહેલા, ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ શ્રેણી માટે તાજેતરમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Yuvraj singhએ અભિષેક શર્માને કરાવી કાન પકડીને ઉઠક-બેઠક, આ ભૂલની મળી સજા