ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ આજથી થઈ રહી છે. આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે એક વિકેટ ગુમાવી છે.પ્રથમ સેસન્સ બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 116/1  કેએલ રાહુલ અને સાઈ સુદર્શન અણનમ બેટ્સમેન છે. ભારત માટે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર માનવ સુથારનો આ ડેબ્યૂ મેચ છે.


ટીમ ઈન્ડિયા 100 રનને પાર 

કેએલ રાહુલે આગળ વધીને બીજા સત્રના પહેલા ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જેનાથી 100 રનનો આંકડો પૂરો થયો. રાહુલે બીજા જ બોલ પર બીજો ચાર ફટકાર્યો. 26ઓવર પછી, ભારતનો સ્કોર 104/1 છે. રાહુલ 59 અને સુદર્શન 55 રન બનાવી રમી રહ્યા છે 


બીજું સત્ર શરૂ 

બીજું સત્ર શરૂ થાય છે. કેએલ રાહુલ અને સાઈ સુદર્શન 96/1 પર ભારતની ઇનિંગ ફરી શરૂ કરશે. રાહુલ સાઈ 32 અને રાહુલ 37 રને રમતમાં છે.

ટીમ ઈન્ડિયા પ્રથમ સત્રમાં 96/1

મુલ્લાનપુરમાં ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે લંચ સમયે, ભારતનો સ્કોર 1 વિકેટે 96 રન હતો. યશસ્વી જયસ્વાલ પ્રથમ સત્રમાં 24 રને મોહમ્મદ સલીમના હાથે કેચ આઉટ થયો હતો. કેએલ રાહુલને જ્યારે બોલ તેના બેટ પર વાગ્યો અને વિકેટકીપરના હાથમાં ગયો ત્યારે રાહત મળી, પરંતુ અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો. અફઘાનિસ્તાને DRSનો ઉપયોગ પણ કર્યો ન હતો, નહીં તો તે આઉટ થયો હોત. રાહુલે તે પછી સારી ઇનિંગ્સ રમી અને 37 રન બનાવીને અણનમ રહ્યો. તેને સાઈ સુદર્શનનો સારો સાથ મળ્યો, જે ત્રીજા નંબરે આવ્યો અને 32 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.

આ પણ વાંચો - Ferrariમાં હાર્દિક પંડ્યાની ડેટ નાઇટ,GFસાથે વિતાવી રોમેન્ટિક પળો!


  • Follow us on: