ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે. પહેલી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી, જ્યારે બીજી મેચ ઈંગ્લેન્ડે 4 વિકેટથી જીતી હતી. હવે સિરીઝની ત્રીજી મેચ નજીક આવી રહી છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. 

આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફરીથી ફેરફાર થવાની શક્યતા છે. જે બોલર દ્વારા ભારતીય ટીમ મેચ હારી ગઈ તેને ત્રીજી મેચમાંથી બહાર કાઢી શકાય છે. 

રવિ બિશ્નોઈની 1 ઓવરમાં ભારત મેચ હાર્યું

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચ માટે તૈયારી કરી રહી છે, જે મંગળવાર 7 જુલાઈના રોજ રમાશે . આ મેચમાં બીજા ફાસ્ટ બોલરનો સમાવેશ થવાની ધારણા છે. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 3 સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા, જેના કારણે સવાલો ઉભા થયા છે. અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીની હાજરી હોવા છતાં રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો. 

રવિ બિશ્નોઈ ટીમની હારનું કારણ બન્યો. જ્યારે મેચ લગભગ ભારતની પકડમાં હતી, ત્યારે 17મી ઓવર ફેંકવા આવેલા રવિ બિશ્નોઈએ 2 બેક-ફૂટ નો-બોલ ફેંક્યા. ત્યારબાદની ફ્રી હિટથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને 2 છગ્ગા ફટકારવાની તક મળી, જેનાથી મેચ લગભગ સમાપ્ત થઈ ગઈ. રવિ બિશ્નોઈએ આ ઓવરમાં 29 રન આપ્યા, જે ટીમ ઈન્ડિયા માટે મોંઘા સાબિત થયા. 

પ્રિન્સ યાદવ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે એન્ટ્રી!

રવિ બિશ્નોઈ આ મેચમાં નિષ્ફળ રહ્યો હતો, તેને 4 ઓવરમાં 60 રન આપ્યા હતા. આગામી મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાનારી હોવાથી, પ્રિન્સ યાદવના સ્થાને રવિનું નામ પ્લેઈંગ ઈલેવનમાંથી કાઢી નાખવામાં આવે તેવી શક્યતા છે. પ્રિન્સે આયર્લેન્ડ સામે તેની પહેલી T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં 3 વિકેટ લીધી હતી, પરંતુ ત્યારબાદ તેને બહાર કરવામાં આવ્યો હતો. હવે એવું લાગે છે કે તેના વાપસી માટે દરવાજો ખુલી ગયો છે. 

ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને મોટો સ્કોર બનાવવો પડશે

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે રમાયેલી 2 મેચોમાં પહેલી મેચમાં 189 અને બીજી મેચમાં 190 રન બનાવ્યા હતા. પહેલી મેચમાં ઈંગ્લેન્ડની બેટિંગ કામ લાગી ન હતી, જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 190 રનના સ્કોરનો પીછો સરળતાથી કરી લીધો હતો. આનો અર્થ એ થયો કે જો ટીમ ઈન્ડિયા આગામી મેચમાં ફરીથી પહેલા બેટિંગ કરે છે, તો વિજય માટે તેને 200 થી વધુનો સ્કોર બનાવવો પડશે. 

ભારતીય ક્રિકેટ ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, સૂર્યાંશ શેડગે, વોશિંગ્ટન સુંદર.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ

હેરી બ્રુક (કેપ્ટન), ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), ટોમ બેન્ટન, જેકબ બેથેલ, સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસન, આદિલ રશીદ, જોશ ટંગ, જોર્ડન કોક્સ, સન્ની બેકર, લ્યુક વુડ, સાકિબ મહમૂદ, રેહાન અહેમદ, જેમ્સ કોલ્સ. 

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?