ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ હાલમાં રોમાંચક તબક્કામાં છે. બંને ટીમો વચ્ચે 5 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 મેચ પૂર્ણ થઈ છે, જેમાં ભારતીય ટીમે 2 મેચ જીતીને સિરીઝમાં સરસાઈ મેળવી છે. ત્રીજી વનડે વરસાદના કારણે રદ થઈ હતી. હવે સિરીઝની બાકીની 2 મેચ પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લી બંને મેચમાં રમશે કે નહીં?
શુભમન ગિલ નહીં રમે બાકીની 2 વનડે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝની છેલ્લી 2 મેચમાં શુભમન ગિલ જોવા મળશે નહીં. ગિલ હવે આગામી ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ટીમથી અલગ થશે.વનડે સિરીઝ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. પ્રથમ ટેસ્ટ 19 નવેમ્બરથી શરૂ થશે. આવી સ્થિતિમાં ગિલ ટેસ્ટ મેચની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશે.ગિલની ગેરહાજરીમાં શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ઉપકેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની સારી તક રહેશે.
