ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરથી 5 મેચની T20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 16 સભ્યોની ટીમની કમાન મિચેલ સેન્ટનરને સોંપવામાં આવી છે. ઈજાના કારણે સ્ટાર ઓલરાઉન્ડર રાચિન રવિન્દ્ર સમગ્ર સિરીઝમાંથી બહાર છે, જ્યારે ઝડપી બોલર એડમ મિલ્નેની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે.

માઇકલ બ્રેસવેલ અને એડમ મિલ્નેની વાપસી

ન્યૂઝીલેન્ડની 16 સભ્યોની ટીમમાં T20 વર્લ્ડ કપમાં રમેલા 13 ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈજામાંથી સાજા થયા બાદ સ્પિન ઓલરાઉન્ડર માઇકલ બ્રેસવેલ અને ઝડપી બોલર એડમ મિલ્નેને ટીમમાં સ્થાન મળ્યું છે.બીજી તરફ રાચિન રવિન્દ્ર અને ઝડપી બોલર બેન સિયર્સ ઈજાના કારણે ભારત સામેની આ સિરીઝમાં રમી શકશે નહીં.મિડલ ઓર્ડરમાં બેટિંગના વિકલ્પ તરીકે બેવન જેકોબ્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે અત્યાર સુધી 11 T20I મેચ રમી છે. તેની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે તેણે અણનમ 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

https://x.com/BLACKCAPS/status/2102552473839837419?s=20


લગભગ એક વર્ષ બાદ T20I રમશે એડમ મિલ્ને

એડમ મિલ્ને લગભગ એક વર્ષ બાદ T20I ક્રિકેટમાં વાપસી કરશે. તેણે છેલ્લી T20I મેચ જુલાઈ 2025માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.ભારત સામેની 5 મેચની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે મજબૂત ઝડપી બોલિંગ આક્રમણ પસંદ કર્યું છે. ટીમમાં મિલ્ને ઉપરાંત લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાઇલ જેમિસન, જેકબ ડફી, જેક ફોક્સ અને નાથન સ્મિથ જેવા બોલરો છે.બેન સિયર્સ ટખાની ઈજાને કારણે સિરીઝમાંથી બહાર છે.

ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝનું શેડ્યૂલ

22 ઓક્ટોબર:પ્રથમ T20 – ક્રાઇસ્ટચર્ચ

24 ઓક્ટોબર:બીજી T20 – ક્રાઇસ્ટચર્ચ

27 ઓક્ટોબર:ત્રીજી T20 – વેલિંગ્ટન

30 ઓક્ટોબર:ચોથી T20 – ઓકલેન્ડ

1 નવેમ્બર:પાંચમી T20 – હેમિલ્ટન

ભારત સામે ન્યૂઝીલેન્ડની T20 ટીમ

મિચેલ સેન્ટનર કેપ્ટન, ફિન એલન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, જેક ફોક્સ, મેટ હેનરી, કાઇલ જેમિસન, એડમ મિલ્ને, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેઇફર્ટ અને નાથન સ્મિથ.

આ પણ વાંચો - Joe Rootએ રચ્યો ઇતિહાસ, આ મામલે ઈંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો