ભારત અને શ્રીલંકા વચ્ચે ડિસેમ્બરમાં રમાનારી વનડે શ્રેણી પહેલાં દિલ્હીના ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આ શ્રેણીની એક વનડે મેચ પહેલાં નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ હવે તેને અમદાવાદ ખસેડવામાં આવી હોવાના અહેવાલ છે. આ નિર્ણયથી દિલ્હીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને મેદાન પર રમતા જોવાની રાહ જોઈ રહેલા ચાહકો નિરાશ થઈ શકે છે.

અમદાવાદમાં રમાશે પ્રથમ વનડે

ભારત અને શ્રીલંકા વચ્ચે ડિસેમ્બર મહિનામાં 3 વનડે અને 3 T20I મેચોની શ્રેણી રમાવાની છે જોકે, હવે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહેવાલ પ્રમાણે, દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એટલે કે DDCAએ ગયા મહિને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIને આ મેચ અન્ય સ્થળે ખસેડવા વિનંતી કરી હતી.

રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી જોવા મળશે 

મેચનું સ્થળ બદલાતાં ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની 2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની શક્યતા છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, 13 ડિસેમ્બરે પ્રથમ વનડે અમદાવાદમાં રમાશે. ત્યારબાદ બીજી મેચ બેંગલુરુમાં યોજાશે અને ત્રીજી વનડે માટે બંને ટીમ ફરી અમદાવાદ પરત ફરશે.આથી અમદાવાદના ક્રિકેટ ચાહકોને રોહિત શર્મા અને વિરાટ કોહલીને એકથી વધુ મેચમાં રમતા જોવાની તક મળી શકે છે. જોકે, મેચોના સ્થળ અને કાર્યક્રમ અંગે BCCIની સત્તાવાર જાહેરાતને અંતિમ માનવી જોઈએ.

સ્થાનિક મેચો પર અસર

અરુણ જેટલી સ્ટેડિયમમાં નવીનીકરણનું કામ થવાથી દિલ્હીની સ્થાનિક ક્રિકેટ ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અહેવાલ અનુસાર, આગામી સ્થાનિક સિઝનમાં દિલ્હી રણજી ટીમની કેટલીક ઘરઆંગણાની મેચો અન્ય મેદાનો પર યોજાઈ શકે છે.દિલ્હીની ટીમે ગુજરાત, સર્વિસિસ અને મહારાષ્ટ્ર જેવી ટીમો સામેની મેચો માટે વૈકલ્પિક સ્થળો શોધવાં પડી શકે છે. આ ઉપરાંત મહિલા ક્રિકેટ અને જુનિયર વર્ગની ટુર્નામેન્ટના આયોજનમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.સ્થાનિક મેચો માટે પાલમ અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં ક્રિકેટ મેદાનોને સંભવિત વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યાં હોવાના અહેવાલ છે.

https://x.com/CricCrazyJohns/status/2108744480698634343?s=20


ભારત-શ્રીલંકા વનડે શ્રેણીનું સંભવિત સમયપત્રક
  • 13 ડિસેમ્બર – પ્રથમ વનડે, અમદાવાદ
  • 16 ડિસેમ્બર – બીજી વનડે, ચેન્નાઈ
  • 19 ડિસેમ્બર – ત્રીજી વનડે, અમદાવાદ
ભારત-શ્રીલંકા T20 શ્રેણીનું સમયપત્રક
  • 22 ડિસેમ્બર – પ્રથમ T20, રાજકોટ
  • 25 ડિસેમ્બર – બીજી T20, કટક
  • 27 ડિસેમ્બર – ત્રીજી T20, પુણે

આ પણ વાંચો - India vs New Zealand : સીરિઝ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો, હવે આ સ્ટાર ખેલાડી પણ થયો બહાર