IPL 2026માં ઘણા ખેલાડીઓની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થયા હતા. તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેનો પણ સમાવેશ થાય છે. કોલકાતા IPL 2026ની પહેલી 6 મેચમાં જીતી શક્યું ન હતું.
ત્યારબાદ ટીમે વાપસી કરી પરંતુ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહીં. હવે અજિંક્ય રહાણેએ જણાવ્યું છે કે IPL 2026 માં ટીમની નિરાશાજનક શરૂઆત છતાં તેને ક્યારેય કેપ્ટનશીપ છોડવાનું વિચાર્યું ન હતું.
IPL 2026માં KKRની શરૂઆત ખરાબ
KKRની શરૂઆત ખરાબ રહી હતી, તેમને તેમની પહેલી 6 મેચમાંથી 5 મેચ ગુમાવી હતી. ત્યારબાદ તેઓએ જોરદાર વાપસી કરી, તેમની છેલ્લી 9 મેચમાંથી 6 જીતી, પરંતુ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા.
અજિંક્ય રહાણેએ સિઝનની છેલ્લી મેચ રમ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે "મેં આખી જિંદગી સારી માનસિકતા સાથે ક્રિકેટ રમ્યું છે. મારા જુસ્સાને જાળવી રાખવો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે."
અજિંક્ય રહાણેએ કહી આ વાત
રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે KKRને તેની છેલ્લી લીગ મેચમાં 40 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અજિંક્ય રહાણેએ કહ્યું કે "હું ક્યારેય પાછળ હટવાનો નથી. જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય છે, જ્યારે ટીમ સંઘર્ષ કરી રહી હોય છે, ત્યારે જુસ્સો દર્શાવવો મહત્વપૂર્ણ છે. હું ક્યારેય જવાબદારીઓથી શરમાતો નથી. મેં ક્યારેય કેપ્ટનશીપ છોડવાનું વિચાર્યું નથી. દબાણ હોય છે. તે સ્વાભાવિક છે, પરંતુ દબાણ એવા લોકો દ્વારા અનુભવાય છે જેઓ વિશેષાધિકાર ધરાવે છે. દરેક વ્યક્તિ આ દબાણનો સામનો કરી શકતું નથી. મારા માટે મજબૂત રહેવું અને કોઈપણ સંજોગોમાં ગભરાવું નહીં તે મહત્વપૂર્ણ હતું. જ્યારે તમે 5 કે 6 મેચ હારી જાઓ છો, ત્યારે તમારું ધ્યાન ભૂતકાળ અને ભવિષ્ય તરફ જાય છે."
અજિંક્ય રહાણેનું નિરાશાજનક બેટિંગ પ્રદર્શન
અજિંક્ય રહાણેનું બેટિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું. આ અનુભવી ઓપનરે 14 મેચમાં 135ના સ્ટ્રાઇક રેટથી 335 રન બનાવ્યા હતા. તેને કહ્યું કે "કેટલાક મુખ્ય ખેલાડીઓ ઈજાઓને કારણે રમી શક્યા ન હતા, અને તે હંમેશા એક પડકાર હોય છે, પરંતુ હું તેના પર ધ્યાન કેન્દ્રિત કરતો ન હતો. મને ભારતીય બોલરો પર વિશ્વાસ હતો અને હું તેમને સમય આપવા માગતો હતો. મને વિશ્વાસ હતો કે જો અમે તેમને સપોર્ટ આપીશું, જો અમે તેમને સમય આપીશું, તો તેઓ દબાણમાં ખૂબ સારું પ્રદર્શન કરશે."
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?