IPLના ઈતિહાસની પ્લેઓફ મેચોમાં વિરાટ કોહલીના ખરાબ રેકોર્ડની સાક્ષી પૂરે છે. પરંતુ IPL 2026ના પહેલા ક્વોલિફાયરમાં વિરાટની શરૂઆત શાનદાર રહી હતી. તેને ગુજરાત ટાઈટન્સ સામે 172ના સ્ટ્રાઈક રેટથી 43 રન બનાવ્યા હતા. અનુષ્કા શર્મા આઉટ થતાં નિરાશ થઈ ગઈ હતી. વિરાટના આઉટ થવા પર અનુષ્કાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલી 43 રન બનાવીને આઉટ થયો

વિરાટ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને આઠમી ઓવર સુધીમાં તેને 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. પછી નવમી ઓવરમાં, જેસન હોલ્ડર આવ્યો અને તે જ ઓવરમાં 2 સેટ બેટ્સમેન વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલને આઉટ કર્યા. વિરાટ કોહલી ઓવરના બીજા બોલ પર 43 રન બનાવીને આઉટ થયો.

અનુષ્કા શર્મા થઈ નિરાશ

જેસન હોલ્ડરે શોર્ટ બોલ ફેંક્યો. વિરાટે બેટ સ્વિંગ કરીને પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ધારથી પસાર થઈને સ્ટમ્પ પર વાગ્યો. સ્ટમ્પ પડી ગયા પછી, વિરાટ નિરાશ થઈને પેવેલિયન પાછો ફર્યો. વિરાટના આઉટ થયા પછી કેમેરા અનુષ્કા શર્મા તરફ નજર ફેરવી. અનુષ્કા બંને હાથ મોં પર રાખીને નિરાશ દેખાતી હતી.

https://twitter.com/iimaku__/status/2059295038107238514

વિરાટે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો

આ મેચમાં વિરાટ પોતાની અડધી સદી સુધી પહોંચી શક્યો ન હતો, પરંતુ તેને ચોક્કસપણે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. તે IPLના ઈતિહાસમાં સતત 4 સીઝનમાં 600+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો. ક્રિસ ગેઈલ અને કેએલ રાહુલે સતત 3 સીઝનમાં 600+ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે, પરંતુ વિરાટ 4 વખત આવું કરનાર પ્રથમ બેટ્સમેન છે.

પ્લેઓફમાં વિરાટ કોહલીનો રેકોર્ડ સારો રહ્યો નથી. તેને અત્યાર સુધીમાં 18 પ્લેઓફ મેચ રમી છે, જેમાં 439 રન બનાવ્યા છે. પ્લેઓફના ઈતિહાસમાં, વિરાટે ફક્ત 2 અડધી સદી ફટકારી છે. તે IPL 2026ના પહેલા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ સામે પણ આવું કરવામાં નિષ્ફળ ગયો.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?