વૈભવ સૂર્યવંશીએ બુધવારે ઈતિહાસ રચ્યો, એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડ્યો. આ ધમાકેદાર ઈનિંગ પછી ક્રિસ ગેઈલ પણ વૈભવ સૂર્યવંશીનો ફેન બની ગયો, તેને 15 વર્ષના બેટ્સમેન વિશે બોલ્ડ ભવિષ્યવાણી કરી. રાજસ્થાન રોયલ્સે આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ક્વોલિફાયર 2 માં પ્રવેશ કર્યો.

2012માં 59 છગ્ગા ફટકાર્યા પછી ક્રિસ ગેઈલે એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વૈભવ સૂર્યવંશીએ બુધવારે આ રેકોર્ડ તોડ્યો. વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધીમાં આ સીઝનમાં કુલ 65 સિક્સ ફટકારી છે.

સિઝન શરૂ થાય તે પહેલાં વૈભવે કહ્યું હતું કે તે ક્રિસ ગેઈલનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડવા માગતો હતો, અને તે એલિમિનેટરમાં તેને તોડવાની નજીક પહોંચી ગયો હતો. તેને 1 બોલમાં 3 રનની જરૂર હતી પરંતુ તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો. ક્રિસ ગેઈલે આનો જવાબ આપ્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે તેને તોડી નાખશે.

'Carnage વૈભવ સૂર્યવંશી'

ક્રિસ ગેઈલે વૈભવ સૂર્યવંશીની ઈનિંગનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું છે કે "Carnage વૈભવ સૂર્યવંશી, કમનસીબ, પણ તું ત્યાં પણ પહોંચીશ." ક્રિકેટમાં "કાર્નેજ" એ બેટ્સમેનનો ઉલ્લેખ કરે છે જે દરેક બોલર પર ઝડપથી રન બનાવે છે. ક્રિસ ગેઈલે તેને કમનસીબ પણ કહ્યું કારણ કે તે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડવામાં ચૂકી ગયો હતો, અને તેને ભવિષ્યવાણી કરી હતી કે તે તે રેકોર્ડ તોડશે.

https://twitter.com/CricCrazyJohns/status/2059705687916351842

ક્રિસ ગેઈલે ઈન્સ્ટાગ્રામ પર બીજી એક સ્ટોરી શેર કરી, જેમાં વૈભવ સૂર્યવંશીએ બનાવેલા રેકોર્ડ્સ પર સામે પાડ્યો. તેને કેપ્શન આપ્યું, "આઉટસ્ટેન્ડિંગ વૈભવ સૂર્યવંશી, IPLનો નવો સિક્સ મશીન."

વૈભવ સૂર્યવંશી અનકેપ્ડ ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

વૈભવ સૂર્યવંશી અનકેપ્ડ ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવનાર અને પ્લેઓફ મેચમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો છે. તે 200 થી વધુના સ્ટ્રાઇક રેટથી 600 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. તે બુધવારે એલિમિનેટરમાં 8 છગ્ગા ફટકારીને પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન પણ બન્યો છે.

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં 15 ઈનિંગમાં 680 રન બનાવ્યા છે અને હાલમાં તે ઓરેન્જ કેપ ધરાવે છે. રાજસ્થાન રોયલ્સે ફાઈનલમાં પહોંચવા માટે ગુજરાત ટાઈટન્સને હરાવવાની જરૂર પડશે. શુક્રવારે બંને ટીમો વચ્ચે ક્વોલિફાયર 2 રમાશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?