ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનની ફાઈનલ માટે બે ટીમો નક્કી થઈ ગઈ છે. ફાઈનલ મેચ 31 મે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. મેચ પહેલા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ RCB Vs GT મેચ કઈ ટીમ જીતશે અને IPL ચેમ્પિયન બનશે.

કઈ ટીમ ચેમ્પિયન બનશે?

ફલોદી સટ્ટા બજારની ભવિષ્યવાણી મુજબ બેંગલુરુ અને ગુજરાત વચ્ચે રમાનારી IPL ફાઈનલમાં બેંગલુરુનું પલડું ભારે રહેવાની સંભાવના છે. RCBની જીતની સંભાવના 53% અને GTની જીતની સંભાવના 47% તક આપે છે. પરંતુ મેચ પહેલા આમાં ફેરફાર થઈ શકે છે. પોલીમાર્કેટ બેંગલુરુને જીતની 52% અને ગુજરાતને જીતની 48% તક આપે છે. પરિણામે RCB ને ફરી એકવાર ચેમ્પિયન બનવાની શક્યતા વધુ છે.

આ વર્ષે હેડ-ટુ-હેડ રેકોર્ડ શું છે?

આ IPL સિઝનમાં અત્યાર સુધી બેંગલુરુ અને ગુજરાત વચ્ચે 3 મેચ રમાઈ છે. લીગ મેચોમાં બંને ટીમો 2 વાર આમને-સામને થઈ હતી, જેમાં બંને ટીમો 1-1 વખત જીતી હતી. ત્યારબાદ RCB એ ક્વોલિફાયર 1 મેચ જીતી હતી.

બંને ટીમો પોતાના બીજા ટાઈટલની શોધમાં

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને 2025 સીઝનમાં તેમનું પહેલું IPL ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ ગુજરાત ટાઈટન્સે 2022માં IPL ટાઈટલ જીત્યું હતું. તેથી બંને ટીમો આ વર્ષે તેમનું બીજું IPL ટાઈટલ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે.

જીત માટે કયા ખેલાડીઓ જવાબદાર રહેશે?

IPL ફાઈનલમાં બેંગલુરુ વિરાટ કોહલી, રજત પાટીદાર, જેકબ ડફી, ભુવનેશ્વર કુમાર અને ટિમ ડેવિડ પર આધાર રાખશે. વિરાટ કોહલીએ આ સિઝનમાં બેંગલુરુ માટે સૌથી વધુ રન બનાવ્યા છે અને ભુવનેશ્વરે સૌથી વધુ વિકેટ લીધી છે. ગુજરાત શુભમન ગિલ, સાઈ સુદર્શન, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા અને જેસન હોલ્ડર પર આધાર રાખશે. શુભમન ગિલે આ સિઝનમાં ગુજરાત માટે સૌથી વધુ રન બનાવ્યા છે અને રબાડાએ સૌથી વધુ વિકેટ લીધી છે. રબાડા હાલમાં પર્પલ કેપ ધરાવે છે, પરંતુ ભુવનેશ્વર તેનાથી પાછળ નથી. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી સટ્ટાબજારની ભવિષ્યવાણી આધારિત લખવામાં આવ્યા છે, સંદેશ ન્યુઝ સટ્ટા બજારના દાવાની પુષ્ટિ કરતી નથી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?