IPL 2026ની પહેલી ક્વોલિફાયર ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેચ 26 મેના રોજ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ક્વોલિફાયર 1 માં RCB સામે ટકરાતા પહેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ ધર્મશાળામાં થોડી મસ્તી કરી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં ગુજરાતના બોલર મોહમ્મદ સિરાજ ધર્મશાળામાં નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યો છે. ટીમના બાકીના સભ્યો પણ તેમની સાથે છે. ક્વોલિફાયર 1 મેચ પહેલા GT ખેલાડીઓનો મસ્તી કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જીટીના વીડિયોમાં શું છે?

હવે સવાલ એ છે કે આ વીડિયોમાં શું છે? જે વીડિયો સામે આવ્યો છે તેમાં ગુજરાત ટાઈટન્સના કેટલાક ખેલાડીઓ જેમાં સિરાજનો પણ સમાવેશ થાય છે , ધર્મશાલામાં નદીમાં સ્નાન કરતા દેખાય છે. સિરાજ ક્યારેક પાણીમાં તો ક્યારેક રસ્તા પર બેઠેલો જોવા મળે છે. વીડિયોમાં પ્રસિદ્ધ કૃષ્ણા પણ જોવા મળે છે, જે નદીમાં સ્નાન કરતો દેખાય છે. વીડિયોમાં ગુજરાત ટાઈટન્સના ઘણા ખેલાડીઓ પણ એક ટેકરી પર જોવા મળે છે. આ વીડિયો બતાવે છે કે ક્વોલિફાયર 1 મેચ પહેલા ગુજરાતના ખેલાડીઓએ કેવી રીતે મજા કરી અને પોતાને ફ્રેશ રાખે છે.

https://www.instagram.com/reels/DYw2iZmtRod/

ક્વોલિફાયર 1 પહેલા GTના ખેલાડીઓ કરી મસ્તી

ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026ની પ્લેઓફમાં પહેલી વાર ટકરાશે. આ મેચ રસપ્રદ અને રોમાંચક બનવાની અપેક્ષા છે. વિજેતા ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. એટલે કે તેઓ ધર્મશાલાથી જ અમદાવાદની ટિકિટ મેળવશે. ક્વોલિફાયર 1 નું મહત્વ સમજી શકાય તેવું છે. આવી મહત્વપૂર્ણ મેચ જીતવા માટે ગ્રુપ સ્ટેજનો થાક દૂર કરવો અને થોડી તાજગી મેળવવી જરૂરી છે.

ગુજરાત ટાઈટન્સની તાકાત છે મોહમ્મદ સિરાજ

RCB સામે ક્વોલિફાયર 1 માં જીત માટે સિરાજ અને પ્રસિદ્ધનો અનુભવ, સાઈ સુદર્શન, શુભમન ગિલ અને રાશિદ ખાન સાથે, મહત્વપૂર્ણ રહેશે. આ ખેલાડીઓ પણ ટીમની તાકાત છે. મોહમ્મદ સિરાજ IPL 2026માં ગુજરાત ટાઈટન્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેને 14 ગ્રુપ સ્ટેજ મેચોમાં 17 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 9 ગ્રુપ સ્ટેજ મેચોમાં 14 વિકેટ લીધી હતી. ગુજરાત ટાઈટન્સને ક્વોલિફાયર 1 માં આ 2 પેસ બોલરો પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?