IPL 2026ના ટાઈટલ જીત સાથે RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ફરી એકવાર માલામાલ બન્યું છે. તેમના પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. આ ટીમની સતત બીજી ટ્રોફી છે. ગુજરાત ટાઇટન્સ ભલે ફાઈનલમાં હારી ગયું હોય, પરંતુ તેમના પર હજુ પણ પૈસાનો વરસાદ થયો છે. ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોને પણ કરોડો રૂપિયાની ઈનામી રકમ મળી છે.
ચેમ્પિયન બનવા બદલ RCB ને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCBએ ફરી એકવાર IPL ટાઈટલ જીત્યું છે. તેમને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી છે. આ પહેલા જ્યારે ટીમે 2025માં ટ્રોફી જીતી હતી, ત્યારે તેમને સમાન રકમ મળી હતી. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઈટન્સ બીજા સ્થાને રહી અને તેને 12.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું.
રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને રહી અને તેને 7 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું. સનરાઈઝર્સ હૈદરાબાદ ચોથા સ્થાને રહી અને તેને 6.5 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું.
RCBએ સતત બે વાર ટાઈટલ જીત્યું
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 2008 થી IPL માં રમી રહી છે, પરંતુ શરૂઆતના 17 વર્ષ સુધી ટીમ એક પણ IPL ટાઈટલ જીતી શકી નહીં. રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવતા ટીમનું નસીબ બદલાઈ ગયું. ત્યારબાદ ટીમે 2025 અને 2026 ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો. રજત પાટીદાર કેપ્ટનશીપ દરમિયાન 2 વાર IPL જીતનાર પ્રથમ કેપ્ટન બન્યો.
આવી રહી મેચની સ્થિતિ
મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. આનો અર્થ એ થયો કે RCB પાસે એક નાનો ટાર્ગેટ હતો, જે તેમને 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો. વિરાટ કોહલીએ ઈનિંગની શરૂઆત કરી અને અંત સુધી અણનમ રહ્યો. તેને 42 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને અણનમ 75 રન બનાવ્યા.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?