IPL 2026ની એલિમિનેટર મેચ મુલ્લાપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ટક્કર. આ ડાઈ-વોલ્ટેજ અને 'કરો યા મરો' મેચમાં વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે, જે એક મોટો ઈતિહાસ રચવાની તૈયારીમાં છે.
ક્રિસ ગેલના 14 વર્ષ જૂના રેકોર્ડ પર નજર
ક્રિકેટ જગતમાં જ્યારે પણ ગગનચુંબી છગ્ગા ફટકારવાની વાત આવે છે, ત્યારે વેસ્ટ ઈન્ડિઝના 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલનું નામ સૌથી પહેલા આવે છે. ક્રિસ ગેલે વર્ષ IPL 2012 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતા કુલ 59 છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લા 14 વર્ષથી કોઈપણ ખેલાડી આ રેકોર્ડને સ્પર્શી શક્યો નથી. પરંતુ,આ સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની બેખોફ બેટિંગથી આ અશક્ય લાગતા રેકોર્ડને શક્ય બનાવી દીધો છે.
વૈભવ સૂર્યવંશીને માત્ર 7 છગ્ગાની જરૂર
વૈભવ આ સીઝનમાં રમાયેલી 14 મેચોમાં અત્યાર સુધી રેકોર્ડ 53 છગ્ગા ફટકારી ચૂક્યો છે. તે યુનિવર્સ બોસ ક્રિસ ગેલના રેકોર્ડને તોડવાથી માત્ર 7 છગ્ગા દૂર છે. જો આજે મુલ્લાપુરના મેદાનમાં વૈભવનું બેટ ગરજ્યું અને તેણે 7 છગ્ગા ફટકારી દીધા, તો તે IPL ઇતિહાસમાં એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની જશે.
મુલ્લાંપુરમાં દેખાશે વૈભવનું રૌદ્ર સ્વરૂપ?
મુલ્લાપુરની પીચ આ સીઝનમાં બેટ્સમેનો માટે ઘણી મદદગાર સાબિત થઈ રહી છે.આ સંજોગોમાં રાજસ્થાન રોયલ્સના બોલરો માટે વૈભવ સૂર્યવંશીને રોકવો એક મોટો પડકાર બની રહેશે. વૈભવ જે રીતે બોલરોની ધૂળ ઉડાડી રહ્યો છે,તે જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે આજે મુલ્લાંપુરમાં ક્રિસ ગેલનો આ 'મડારેકોર્ડ ધ્વસ્ત થઈ શકે છે.
RCBની ફાઇનલમાં એન્ટ્રી
IPL 2026નો રોમાંચ હવે તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. RCB પહેલેથી જ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ફાઈનલમાં જગ્યાએ બનાવી ચૂકી છે. હવે બીજી ફાઈનલિસ્ટ ટીમની શોધ ચાલુ છે. હવે જોવું રસપ્રદ રહેશે કે આજે નોકઆઉટ મેચમાં વૈભવ સૂર્યવંશી પોતાની ટીમને જીત અપાવીને ફાઈનલની રેસમાં આગળ વધારશે?
આ પણ વાંચો - IPL 2026 : શરમજનક હાર બાદ ફાઇનલમાં પહોંચી શકે છે ગુજરાત ટાઇટન્સ,જાણો સમીકરણ