IPL 2029ની બીજી ક્વોલિફાયર 29 મેના રોજ યોજાવાની છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ મુલ્લાનપુર ખાતે રમાશે, જ્યાં એલિમિનેટર મેચ રમાઈ હતી. ક્વોલિફાયર 2ની વિજેતા ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ફાઈનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે.
ફાઈનલ પહેલા બધાની નજર ક્વોલિફાયર 2 પર રહેશે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચ રોમાંચક રહેવાની અપેક્ષા છે, પરંતુ જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર બીજી ક્વોલિફાયર રદ્દ થાય છે, તો કોણ બહાર થઈ જશે અને કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે?
ક્વોલિફાયર 2 રદ્દ થાય છે, તો કોણ જશે ફાઈનલમાં?
જો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ક્વોલિફાયર 2 મેચ વરસાદ કે અન્ય કોઈ કારણસર રદ્દ થાય છે, તો ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચશે અને રાજસ્થાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
હકીકતમાં IPLમાં ફાઇનલ સિવાય કોઈપણ મેચ માટે રિઝર્વ ડે નથી. તેથી જો કોઈ કારણસર પ્લેઓફ મેચ રદ્દ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં વધુ સારી સ્થિતિ ધરાવતી ટીમ આગળ વધે છે. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત બીજા સ્થાને રહ્યું, જ્યારે રાજસ્થાન ચોથા સ્થાને રહ્યું. તેથી ગુજરાત ફાઈનલમાં પહોંચશે, જ્યારે રાજસ્થાન બહાર થઈ જશે.
મુલ્લાનપુર કેવું રહેશે હવામાન?
રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ક્વોલિફાયર 2 મેચ 29 મેના રોજ મુલ્લાનપુરમાં રમાશે. 29 મેના રોજ મુલ્લાનપુરમાં આકાશ વાદળછાયું રહેવાની ધારણા છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. સદનસીબે મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?