ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન જીતી લીધી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026ની ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઈટન્સનો સામનો કર્યો, માત્ર 156 રનનો ટાર્ગેટ આપ્યો અને તેને સરળતાથી પ્રાપ્ત કરી લીધો.

જોશ હેઝલવુડે બોલ સાથે શાનદાર પ્રદર્શન કરીને RCBના બીજા ટાઈટલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોશ હેઝલવુડે વ્હાઈટ-બોલ ટૂર્નામેન્ટ ફાઈનલ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે, જે મર્યાદિત ઓવરની ટૂર્નામેન્ટ ફાઈનલમાં તેની ટીમ માટે સતત 8મી જીત છે.

જોશ હેઝલવુડની આ સિદ્ધિની બરાબરી કરવી મુશ્કેલ

જોશ હેઝલવુડની વ્હાઈટ બોલની ટુર્નામેન્ટમાં ફાઈનલ જીતવાની સફર 2012 માં ચેમ્પિયન્સ લીગ T20 થી શરૂ થઈ હતી. તે ઓસ્ટ્રેલિયન ટીમના 2015 ODI વર્લ્ડકપ જીતનો પણ ભાગ હતો. 2020 બિગ બેશ લીગ સીઝનમાં, જોશ હેઝલવુડની ટીમે ટાઈટલ જીત્યું હતું.

2021 T20 વર્લ્ડકપમાં, ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડકપ જીત્યો હતો, અને પછી 2023માં જોશ હેઝલવુડ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ODI વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતો. IPL ની વાત કરીએ તો જોશ હેઝલવુડે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 2021 IPL ફાઈનલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોશ હેઝલવુડે 2025 અને 2026 માં RCB ને સતત બે ટાઈટલ જીતવામાં મદદ કરી હતી, અને ફાઈનલ જીતવાનો તેમનો રેકોર્ડ શાનદાર છે.

IPL 2026 સીઝનમાં હેઝલવુડે આ રીતે પ્રદર્શન કર્યું

IPL 2026ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે, જોશ હેઝલવુડે પોતાની 4 ઓવરમાં 37 રન આપ્યા અને 2 મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી. આ સિઝનમાં પોતાના પ્રદર્શનની વાત કરીએ તો તેને 13 મેચમાં 51.3 ઓવર ફેંકી, 32.93 ની એવરેજથી 15 વિકેટ લીધી, જેનાથી જોશ હેઝલવુડ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની લિસ્ટમાં 15મા નંબરે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?