IPL 2026ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરી અને 155 રન બનાવ્યા. સામાન્ય રીતે ઈનિંગ બ્રેક દરમિયાન મેદાન પર શાંત વાતાવરણ હોય છે, પરંતુ આ ફાઈનલ મેચ હતી. ઈનિંગ બ્રેક દરમિયાન કૈલાશ ખેરના જોશભર્યા પ્રદર્શનને જોઈને હજારો ફેન્સ જોરથી ભગવાન શિવના નામનો જાપ કરવાનું શરૂ કર્યું.
કૈલાશ ખેરે ભગવાન શિવ વિશે ગીતો ગાયા અને અન્ય કલાકારોએ તેમના નૃત્યોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. આ દરમિયાન આકાશમાં ત્રિશૂળ જેવી છબી બનાવવામાં આવી, જેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર પછી IPL ટ્રોફી પણ આકાશમાં જોવા મળી.
