IPL 2026 ના લીગ સ્ટેજનો છેલ્લો દિવસ છે, જે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમનો નિર્ણય કરશે. પહેલી મેચ બપોરે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે.MI પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે,પરંતુ રાજસ્થાન માટે આ કરો યા મરો' જેવી મેચ છે. જો RR જીતશે તો પ્લેઓફમાં જશે અને હારશે તો બહાર થઈ જશે. આ પહેલા મુંબઈ દ્વારા મોટો દાવ ખેલવામાં આવ્યો છે,તેમણે 2 નવા ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યા છે.
મુંબઈએ 2 ખેલાડીઓને રિપ્લેસમેન્ટ કર્યો
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી લીગ મેચ પહેલા તેમણે 2 ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યા છે. ક્વિન્ટન ડિકોક અને રાજ અંગદ બાવા ઈજાના કારણે બહાર થઈ ગયા છે. MI છેલ્લી મેચમાં નીડર થઈને રમશે અને જીત સાથે પોતાની સફર પૂરી કરવા ઈચ્છશે.
https://x.com/mipaltan/status/2058241439482720648?s=20
આ 2 ખેલાડીઓને કર્યા સામેલ
મુંબઈએ રાજસ્થાનના ડાબા હાથના બેટ્સમેન મહિપાલ લોમરોરને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યા છે, જે 2018 થી 2021 સુધી રાજસ્થાન રોયલ્સ ટીમ માટે રમી ચૂક્યા છે. તે 2022 થી 2024 સુધી RCB ટીમ માટે રમ્યા હતા. તેમણે IPL ની 35 ઇનિંગ્સમાં 527 રન બનાવ્યા છે, જેમાં તેઓ એક જ ફિફટી ફટકારી હતી. જોવાનું એ રહેશે કે શું મુંબઈ આ ઓલરાઉન્ડર ખેલાડીને છેલ્લી મેચમાં રમવાની તક આપશે કે નહીં.મુંબઈએ 25 વર્ષીય રુચિત આહિરને પણ રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. સૌરાષ્ટ્રના આ વિકેટકીપર બેટ્સમેને T20 માં 12 મેચ રમી છે, જેમાં 333 રન બનાવ્યા છે. તેમના નામે 2 અર્ધશતક છે. રુચિત બોલિંગ પણ કરી શકે છે.
ક્યારે અને ક્યાં જોશો MI vs RR લાઈવ મેચ?
મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ મેચ વાનખેડે સ્ટેડિયમમાં મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે. લાઈવ સ્ટ્રીમિંગ જીઓ-હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર થશે.
આ પણ વાંચો - MIએ એક મેચ માટે ટીમમાં સામેલ કર્યા 2 ખેલાડીઓ, જાણો કોને મળી તક