1 જૂનથી શરૂ થનારી T20 મુંબઈ લીગ 2026 પહેલા ઈગલ ઠાણે સ્ટ્રાઈકર્સે પોતાની ટીમના નવા કેપ્ટન તરીકે ભારતીય ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરની નિમણૂક કરી છે. અનુભવી ખેલાડી શાર્દુલ ઠાકુર મુંબઈ ક્રિકેટમાં મહત્વપૂર્ણ નામ ધરાવે છે અને ભારતીય ટીમ માટે પણ અનેક મેચોમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ફ્રેન્ચાઈઝીએ શાર્દુલ ઠાકુરને કેપ્ટનશીપ પદ સોંપીને સ્પષ્ટ સંકેત આપ્યો
ગત સિઝનમાં ઈગલ ઠાણે સ્ટ્રાઈકર્સની ટીમ સેમીફાઈનલમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ વખતે ફ્રેન્ચાઈઝીએ શાર્દુલ ઠાકુરને કેપ્ટનશીપ પદ સોંપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટીમનું મુખ્ય લક્ષ્ય ટ્રોફી જીતવાનું છે.
કેપ્ટન તરીકે પસંદગી થયા બાદ શાર્દુલ ઠાકુરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઈગલ ઠાણે સ્ટ્રાઈકર્સનું નેતૃત્વ કરવું તેમના માટે ગૌરવની વાત છે. તેને કહ્યું કે ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ અને અનુભવી કોચિંગ સ્ટાફ છે. ટીમ દરેક મેચ માટે શ્રેષ્ઠ તૈયારી કરશે અને જીતની માનસિકતા સાથે મેદાનમાં ઉતરશે.
T20 મુંબઈ લીગ 2026નું આયોજન 1થી 13 જૂન સુધી થશે
ઈગલ ઠાણે સ્ટ્રાઈકર્સના માલિક વિકિ રૂપચંદાનીએ જણાવ્યું કે શાર્દુલ એવા ખેલાડી છે જે એકલા હાથે મેચનો રોમાંચ બદલી શકે છે. તેમની પાસે મુંબઈ ક્રિકેટ અને મોટા સ્તરની સ્પર્ધાઓનો વિશાળ અનુભવ છે, જે ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
ટીમના હેડ કોચ તરીકે ધવલ કુલકર્ણીની જવાબદારી રહેશે. ફ્રેન્ચાઈઝીને વિશ્વાસ છે કે શાર્દુલના નેતૃત્વ અને ધવલ કુલકર્ણીના માર્ગદર્શન હેઠળ ટીમ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરશે. T20 મુંબઈ લીગ 2026નું આયોજન 1 જૂનથી 13 જૂન સુધી થશે. ઈગલ ઠાણે સ્ટ્રાઈકર્સ પોતાની અભિયાનની શરૂઆત ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં બાંદ્રા બ્લાસ્ટર્સ સામે કરશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?