IPLની આ સીઝન તેના અંત તરફ આગળ વધી રહી છે. ફક્ત થોડી જ મેચ બાકી છે અને તે પછી આ વર્ષના ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ વખતે કોઈ નવો ચેમ્પિયન નહીં હોય, કારણ કે પ્લેઓફમાં પહોંચેલી 4 ટીમો 1 સમયે ચેમ્પિયન રહી ચૂકી છે.

આ દરમિયાન તમને જાણાવી દઈએ કે IPL ટાઈટલ જીતનાર ટીમને કેટલા પૈસા આપવામાં આવે છે? પરંતુ BCCIએ હજુ સુધી આ વર્ષની ઈનામી રકમની જાહેરાત કરી નથી.

આઈપીએલની ઈનામી રકમ 20 કરોડ રૂપિયા

સામાન્ય રીતે IPL ની ઈનામી રકમ ટુર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં જાહેર કરવામાં આવે છે. આ વખતે ફક્ત થોડી મેચો બાકી હોવાથી, BCCI ગમે ત્યારે ઈનામી રકમની જાહેરાત કરશે. આ પહેલા જ્યારે RCB એ 2026 માં IPL ટાઈટલ જીત્યું હતું, ત્યારે તેમને ઈનામી રકમમાં 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ વખતે ઈનામી રકમમાં કોઈ ખાસ વધારો થશે નહીં. રકમ એ જ રહી શકે છે.

પ્લેઓફમાં પહોંચનારી ટીમો પર પણ થશે પૈસાનો વરસાદ

આ ચેમ્પિયન ટીમ વિશે છે, પરંતુ ફાઈનલમાં હારી જતી ટીમ પણ ઘણા પૈસા કમાય છે. ગયા વર્ષે રનર-અપને 12.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્રીજા સ્થાને રહેલી ટીમને 7 કરોડ રૂપિયા અને ચોથા સ્થાને રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આમ કુલ મળીને ગયા વર્ષે ઈનામી રકમ 47 કરોડ રૂપિયા હતી, જે આ વખતે પણ એવી જ રહેવાની અપેક્ષા છે. આ ઈનામી રકમ સિવાય ઓરેન્જ કેપ અને પર્પલ કેપ જીતનારા ખેલાડીઓને પણ મોટી રકમ આપવામાં આવે છે.

પહેલી વાર ઈનામની રકમ ફક્ત 4.8 કરોડ રૂપિયા હતી

જ્યારે 2008 માં પહેલી વાર IPL શરૂ થયું ત્યારે ઈનામની રકમ ફક્ત 4.8 કરોડ રૂપિયા હતી. આ રકમ 2 વર્ષ સુધી એ જ રહી, ત્યારબાદ 2010માં તેને વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી. 2015 માં તેને ફરીથી વધારવામાં આવી. ધીમે ધીમે તે 20 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. હવે જોવાનું એ છે કે આ રકમ આ વર્ષે કે આગામી વર્ષોમાં ક્યાં સુધી વધશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?