IPL 2026ની પહેલી ક્વોલિફાયર મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં RCBના કેપ્ટન રજત પાટીદારે 33 બોલમાં અણનમ 93 રનની કેપ્ટનશીપ ઈનિંગ રમી હતી.

રજત પાટીદારની ઈનિંગને કારણે RCB IPL પ્લેઓફ ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવામાં સફળ રહ્યું. રજત પાટીદારે પોતાની ઈનિંગ દરમિયાન 1 સિક્સર ફટકારી, જેનાથી વિરાટ કોહલી સહિત સ્ટેડિયમમાં હાજર બધાને આશ્ચર્ય થયું.

કાગીસો રબાડાના બોલ પર રજત પાટીદારે માર્યો તે શોટ

આ શોટ ઈનિંગની 17મી ઓવરના ચોથા બોલ પર રજત પાટીદારના બેટમાંથી આવ્યો હતો. આ પહેલા તેને ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ પછી તેને ચોથા બોલ પર પણ સિક્સર ફટકારી હતી. તેના આ શોટને જોઈને કોમેન્ટરી કરી રહેલા રવિ શાસ્ત્રી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને તેને આ મેચનો અત્યાર સુધીનો બેસ્ટ શોટ ગણાવ્યો.

https://twitter.com/IPL/status/2059298929628610630

કાગીસો રબાડાએ આ બોલ ઓફ સ્ટમ્પની બહાર સારી લંબાઈવાળા વિસ્તારમાં ફેંક્યો હતો. રજત પાટીદારે બેક ફૂટ પર ઉભા રહીને કવર પર એક શક્તિશાળી સિક્સર ફટકારી હતી. આ શોટ જોયા પછી વિરાટ કોહલીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રજત પાટીદારે માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી

આ મેચમાં રજત પાટીદારે માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. IPL પ્લેઓફના ઈતિહાસમાં આ સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી અડધી સદી છે. રજત પાટીદાર સિવાય વીરેન્દ્ર સેહવાગે 2014માં વાનખેડે ખાતે ચેન્નાઈ સામે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી.

2013માં ડ્વેન સ્મિથે પણ ચેન્નાઈ સામે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. IPL પ્લેઓફમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે. તેને 2014માં વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે 16 બોલમાં અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?