IPL 2026ના લીગ સ્ટેજની 69મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ કરવાનું કહ્યું.
પહેલા બેટિંગ કરતા રાજસ્થાને મુંબઈ માટે મોટો ટાર્ગેટ રાખ્યો. રાજસ્થાનની ઈનિંગની અંતિમ ઓવર ખૂબ જ ડ્રામા થયા, અને આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી શાર્દુલ ઠાકુર ઈનિંગની છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. તેનેછેલ્લી ઓવરના ચોથા બોલ પર ધીમો બોલ ફેંક્યો અને રવિન્દ્ર જાડેજાને કેચ આઉટ કરાવ્યો. રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યા પછી શાર્દુલ મજાકમાં તેની સામે ગયો અને સેલિબ્રેશન કર્યું, પરંતુ તે જ ક્ષણે એમ્પાયરે નો બોલનો સંકેત આપ્યો, જેનાથી શાર્દુલ અને મુંબઈ ઈન્ડિયન્સની ખુશી બગાડી દીધી. નો બોલનો સંકેત મળ્યા પછી જ્યારે રવિન્દ્ર જાડેજા મેદાનમાં પરત ફર્યો, ત્યારે તેને શાર્દુલને ખૂબ ચીડવ્યો. તે પછી પણ આ વલણ ચાલુ રહ્યું.
https://twitter.com/IPL/status/2058522432504492514
https://twitter.com/StarSportsIndia/status/2058524664499200048
શાર્દુલે મોંઘી ઓવર નાખી
શાર્દુલ ઠાકુર માટે તે એક નો બોલ ફેંકવો ખૂબ મોંઘો સાબિત થયો. હકીકતમાં તે નો બોલ પછી, રવિન્દ્ર જાડેજાએ બીજા ફ્રી હિટ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. રવિન્દ્ર જાડેજાએ બીજા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો. રવિન્દ્ર જાડેજાના આ બે ચોગ્ગાને કારણે રાજસ્થાન આ મેચમાં 200 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું. શાર્દુલની છેલ્લી ઓવરમાંથી કુલ 14 રન આવ્યા. તેને પોતાના 4 ઓવરના સ્પેલમાં 41 રન આપ્યા અને 2 વિકેટ પણ લીધી. શાર્દુલે જોફ્રા આર્ચર અને શુભમ દુબેને પેવેલિયન મોકલી દીધા.
RRએ મુંબઈને 206 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા, રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ માટે 206 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. આ મેચમાં રાજસ્થાન માટે ધ્રુવ જુરેલે સૌથી વધુ રન બનાવ્યા હતા, તેને 26 બોલમાં 38 રનની ઈનિંગ રમી હતી. જોફ્રા આર્ચરે 15 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલે 27 રન બનાવ્યા હતા. મુંબઈ માટે દીપક ચહર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?