ભારતીય ટીમ આવતા મહિને જૂનમાં અફઘાનિસ્તાન સામે 3 મેચની ODI સિરીઝ રમશે. BCCI એ તાજેતરમાં આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે. સિલેક્ટર્સે રોહિત શર્માને ODI ટીમમાં સામેલ કર્યો છે, પરંતુ તેમની પસંદગી ફિટનેસને આધીન છે.
આનો અર્થ એ છે કે રોહિતને ODI સિરીઝમાં રમવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. આ દરમિયાન MI ના મુખ્ય કોચે રોહિત શર્માની ફિટનેસ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન સાંભળ્યા પછી એવું લાગે છે કે BCCI પાસે રોહિતની ફિટનેસ વિશે સંપૂર્ણ માહિતી નથી.
રોહિત શર્મા ઈજાના કારણે ઘણી મેચોમાંથી બહાર રહ્યો
રોહિત શર્મા IPL 2026 દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે 3 અઠવાડિયા માટે બહાર રહ્યો હતો. આ ઈજાને કારણે તે ઘણી મેચો ગુમાવી શક્યો, જેના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેની ફિટનેસ અંગે ચિંતિત હતું. પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ હવે રોહિત શર્માની ફિટનેસ અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તેમને વિશ્વાસ સાથે જણાવ્યું છે કે રોહિત હાલમાં 100 ટકા ફિટ છે અને તેને ફિટનેસની કોઈ સમસ્યા નથી.
રોહિતની ફિટનેસ પર મહેલા જયવર્ધનેએ શું કહ્યું?
MI IPL 2026માં 24 મે ના રોજ રાજસ્થાન રોયલ્સ સામે પોતાની આગામી મેચ રમશે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે કહ્યું કે જયવર્ધને કહ્યું કે "મારા અને અમારી મેડિકલ ટીમના મતે રોહિત 100% ફિટ છે. હેમસ્ટ્રિંગની ઈજામાંથી પરત ફર્યા પછી અમે પહેલી મેચમાં થોડા સાવધ હતા. પરંતુ હવે ટીમ કોમ્બિનેશનને કારણે તેને ઈમ્પેક્ટ સબ તરીકે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યો છે.
તેને હાલમાં કોઈ ફિટનેસ સમસ્યા નથી. રોહિત એક ટીમ પ્લેયર છે અને તે આ વાતને સંપૂર્ણપણે સમજે છે. MI કોચના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રોહિત હવે સંપૂર્ણપણે તૈયાર છે અને તેની ફિટનેસ અંગે કોઈ ચિંતા નથી."
IPL 2026 માં રોહિત અત્યાર સુધી કેવું પ્રદર્શન કરી રહ્યો છે?
રોહિત શર્મા ઈજાને કારણે IPL 2026માં ફક્ત 8 મેચ રમ્યો છે. આ સમયગાળા દરમિયાન તેને 40.42 ની એવરેજથી 283 રન બનાવ્યા છે. તેને આ બધા રન 160.79 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની ટીમ, મુંબઈ ઈન્ડિયન્સ, આ સિઝનમાં સારું પ્રદર્શન કરી શકી નથી. MI એ અત્યાર સુધી 13 મેચ રમી છે, જેમાં ફક્ત 4 માં જ જીત મેળવી છે. તેઓ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા નંબરે છે. તેઓ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?