IPL 2026ની પહેલી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ થયો. આ મેચમાં બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સ માટે 255 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતને સાઈ સુદર્શન અને શુભમન ગિલની જોડીએ સારી શરૂઆત આપી હતી.
GT ને 17 ના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો, જ્યારે સાઈ સુદર્શન વિચિત્ર રીતે હિટ વિકેટમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. આશ્ચર્યજનક વાત એ હતી કે સાઈ સુદર્શને તે જ બોલ પર શાનદાર ફોર ફટકારી હતી જેના પર તે આઉટ થયો હતો.
આઉટ થયા બાદ સાઈ સુદર્શન નિરાશ જોવા મળ્યો
ગુજરાતની ઈનિંગના ત્રીજા ઓવરના ત્રીજા બોલ પર જેકબ ડફીએ ગુડ લેન્થ બોલ ફેંક્યો. બેકફૂટ પર ઉભેલા સાઈ સુદર્શને ગેપમાંથી પોઈન્ટ તરફ એક શાનદાર શોટ રમ્યો. બોલ તેના બેટ પર વાગ્યો અને બાઉન્ડ્રીની ઉપર ગયો. પરંતુ આ શોટ રમ્યા પછી સાઈ સુદર્શન રન માટે દોડ્યો અને બેટ તેના હાથમાંથી સરકી ગયું.
https://twitter.com/IPL/status/2059318461457997936
બેટ તેના હાથમાંથી પડી ગયા પછી તેનું બેટ સીધું સ્ટમ્પ પર અથડાયું અને બેલ્સ પડી ગયા. આ બનતા જ એમ્પાયરે તરત જ તેને હિટવિકેટ જાહેર કર્યો. આ રીતે આઉટ થયા બાદ સાઈ સુદર્શન ખૂબ જ નિરાશ દેખાતો હતો.
ઓરેન્જ કેપ રેસમાં સાઈ સુદર્શન ટોપ પર
સાઈ સુદર્શને ભલે આ મેચમાં સારું પ્રદર્શન ન કર્યું હોય, પરંતુ તે હજુ પણ IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને આ સિઝનમાં અત્યાર સુધીમાં 15 મેચની 15 ઈનિંગમાં 46.57 ની એવરેજથી 652 રન બનાવ્યા છે. તેને આ સિઝનમાં અત્યાર સુધીમાં 65 ચોગ્ગા અને 29 છગ્ગા ફટકાર્યા છે, અને તેનો સ્ટ્રાઈક રેટ 157.87 છે. શુભમન ગિલ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં બીજા નંબરે છે, તેને 14 મેચમાં 618 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?