શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી IPL ટ્રોફી જીતવાની ખૂબ નજીક છે. ગુજરાત ટાઈટન્સ માટે પણ સંભાવનાઓ અનુકૂળ લાગે છે, કારણ કે ફાઈનલ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. પરંતુ આ ક્રિકેટની રમત છે, જ્યાં વિજેતા તે જ છે જે વર્તમાન સમયમાં સારું પ્રદર્શન કરે છે.

ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી છે. પરંતુ તેનો સામનો રજત પાટીદાર સાથે છે, જેમને RCBને સતત બીજી વખત ફાઈનલમાં પહોંચાડ્યું છે અને સતત બીજી વખત ટાઈટલ જીતવાની કગાર પર છે.

ફાઈનલ પહેલા અમદાવાદમાં રમવા વિશે વાત કરતા શુભમન ગિલે કહ્યું કે તેમને ચોક્કસપણે હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો થશે. તેમને એ પણ સમજાવ્યું કે કઈ ટીમ જીતવાની બેસ્ટ તક ધરાવે છે.

તમને ઘરે રમવાનો ફાયદો મળશે

શુભમન ગિલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ફાઈનલ મેચ રમવા વિશે કહ્યું કે "હા, ફાયદો થશે, અને અમે અહીંની પરિસ્થિતિઓથી પરિચિત હોઈશું કારણ કે અમે પિચ અને ગ્રાઉન્ડને સારી રીતે સમજીએ છીએ. તેથી અમને ખબર છે કે જીતવા માટે આપણે કેવા પ્રકારની રમત રમવાની જરૂર છે."

શુભમન ગિલે વધુમાં જણાવ્યું હતું કે ઘરઆંગણે રમવું ચોક્કસપણે એક ફાયદો હશે. તેમને ઉમેર્યું હતું કે જો તેમની ટીમ જીતશે તો તે તેમના માટે એક યાદગાર સીઝન હશે, અને જો તેઓ હારી જશે તો પણ 2026 તેમના માટે એક યાદગાર સીઝન રહેશે.

શુભમન ગિલે કહ્યું કે કોણ જીતશે?

એક તરફ, શુભમન ગિલે સ્વીકાર્યું કે તેની ટીમને ઘરઆંગણે ફાયદો થશે, પરંતુ બીજી તરફ, તેને એ પણ સ્વીકાર્યું કે જે ટીમ મજબૂત માનસિકતા સાથે ફાઈનલમાં પ્રવેશ કરશે તે જીતશે. શુભમન ગિલે કહ્યું કે "મારું માનવું છે કે ફાઈનલ માનસિક શક્તિના આધારે જીતાય છે. તેથી ફાઈનલમાં જે ટીમ માનસિક રીતે મજબૂત હશે તે જીતશે."

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?