IPL 2026ની લીગ સ્ટેજ પૂર્ણ થઈ ગઈ છે, અને 4 પ્લેઓફ ટીમો નક્કી થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. તેમને મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં રાજસ્થાનના પ્લેઓફમાં સ્થાન મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે જ્યારે ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે, ત્યારે વૈભવે ફરી એકવાર બેટથી ધૂમ મચાવવાના પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા છે.
શ્રેયસ ઐયરનો રેકોર્ડ તૂટતો બચી ગયો
વૈભવ સૂર્યવંશીને IPL 2026ના પ્લેઓફ પહેલા રમવાની તક મળી. આ દરમિયાન તેને માત્ર 25 બોલમાં ધમાકેદાર સદી ફટકારી. તેને 25 બોલમાં 14 છગ્ગા ફટકારીને પોતાની તોફાની સદી પૂર્ણ કરી. વૈભવની તોફાની સદીથી ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસન પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વૈભવે 25 બોલમાં ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હોવા છતાં તે શ્રેયસ ઐયરનો રેકોર્ડ તોડી શક્યો નહીં.
તમને જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશી પ્લેઓફ સ્ટેજ પહેલા કેવિન પીટરસનના શો, ધ સ્વિચમાં દેખાયો હતો. આ દરમિયાન કેવિને વૈભવને એક મોટો પડકાર આપ્યો. આ પડકારમાં વૈભવને બોલિંગ મશીનનો સામનો કરતી વખતે રન બનાવવાના હતા. આ પડકારમાં ટ્વિસ્ટ એ હતો કે દરેક બોલ સાથે ગતિ એક માઈલ પ્રતિ કલાક વધી ગઈ. આમ છતાં વૈભવ માત્ર 25 બોલમાં સદી ફટકારવામાં સફળ રહ્યો. પરંતુ તે ધ સ્વિચ પર ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી શક્યો નહીં, જે હજુ પણ શ્રેયસ ઐયરના નામે છે. શ્રેયસ ઐયરે માત્ર 22 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી.
વૈભવ સૂર્યવંશીની ક્રિસ ગેઈલના રેકોર્ડ પર નજર
આ ફની ચેલેન્જ દરમિયાન, કેવિન પીટરસને વૈભવને તેના બેન્ચમાર્ક વિશે પૂછ્યું. વૈભવે જવાબ આપ્યો કે તે T20 ક્રિકેટમાં 200 રન બનાવવા માગે છે. જ્યારે કેપીએ તેને યાદ અપાવ્યું કે ક્રિસ ગેઈલે 175 રન બનાવ્યા છે, ત્યારે સૂર્યવંશીએ ફરી એકવાર પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો. તેને કહ્યું કે હા, તે તેનો રેકોર્ડ તોડીને 200 રન બનાવવા માગે છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?