ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં 15 વર્ષના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં પોતાની ઈનિંગની સાતમી સિક્સર ફટકારી, જેનાથી ક્રિસ ગેઈલનો એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો.
આ મહત્વપૂર્ણ મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. રાજસ્થાન રોયલ્સ ટોસ હાર્યા બાદ આ એલિમિનેટર મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવ્યું, જેમાં બંને ટીમો વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની ઈનિંગ રમીને પોતાની સદી પૂર્ણ કરતા પહેલા પેવેલિયન પરત ફર્યો, જેમાં તેને 5 ચોગ્ગા અને કુલ 12 છગ્ગા ફટકાર્યા.
એક જ IPL સિઝનમાં સૌથી વધુ સિક્સ મારનારા ખેલાડીઓ
વૈભવ સૂર્યવંશી (2026) – 65 છગ્ગા*
ક્રિસ ગેઈલ (2012) – 59 છગ્ગા
આન્દ્રે રસેલ (2019) – 52 છગ્ગા
ક્રિસ ગેઈલ (2013) – 51 છગ્ગા
જોસ બટલર (2022) – 45 છગ્ગા
વૈભવ સૂર્યવંશીએ યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટરમાં 600 રન પૂરા કર્યા, રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો અને એક જ IPL સિઝનમાં 600 કે તેથી વધુ રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો. રિષભ પંતે 2018ની IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. વધુમાં વૈભવ સૂર્યવંશી હવે એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર સૌથી યુવા અનકેપ્ડ ખેલાડી બની ગયો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ ફટકારેલી ફિફ્ટીએ IPL 2026 સીઝનમાં તેના 630 રન પૂરા કર્યા. તેને 2023 IPL સીઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે યશસ્વી જયસ્વાલનો 625 રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો અને ઈતિહાસ રચ્યો. વૈભવ સૂર્યવંશીએ હવે IPLની પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં બ્રેન્ડન મેક્કુલમની બરાબરી કરી લીધી છે, આ સાથે ઈનિંગની પ્રથમ ઓવરમાં તેનો 10મો છગ્ગો છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?