ઈન્ડિયન પ્રીમિયર લીગના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમના 15 વર્ષના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રનની ઐતિહાસિક ઈનિંગ રમી, જેના કારણે તે એક સાથે ઘણા મોટા રેકોર્ડ તોડી શક્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 97 રનની ઈનિંગ દરમિયાન કુલ 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા, જેના કારણે તેને IPLમાં ઘણા બધા રેકોર્ડ તોડ્યા અને તેને પોતાના નામે કર્યા.

ડેવિડ વોર્નરનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

વૈભવ સૂર્યવંશીએ હવે IPLની આ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી છે, તે સાથે તે IPL સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. આ રેકોર્ડ અગાઉ ડેવિડ વોર્નરના નામે હતો, જેને 2016ની IPL સિઝનમાં પાવરપ્લેમાં કુલ 467 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ હવે આ રેકોર્ડને તોડી નાખ્યો છે અને IPL 2026ની સિઝનમાં પાવરપ્લેમાં કુલ 490 રન બનાવીને એક નવો ઓલ-ટાઈમ રેકોર્ડ બનાવ્યો છે.

IPL સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ

વૈભવ સૂર્યવંશી - 490 રન (2026)

ડેવિડ વોર્નર – 467 રન (2016)

ટ્રેવિસ હેડ - 402 રન (2024)

સાઈ સુદર્શન - 402 રન (2025)

એડમ ગિલક્રિસ્ટ - 382 રન (2009)

સનથ જયસૂર્યા સહિત અનેક દિગ્ગજોને છોડ્યા પાછળ

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશીએ જે રીતે પોતાની ઈનિંગ શરૂ કરી, તેનાથી તેને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો. મેચની પહેલી 6 ઓવરના અંત સુધીમાં તેના બેટમાંથી કુલ 8 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશીએ IPLના ઈતિહાસમાં એક ઈનિંગની પહેલી 6 ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં સનથ જયસૂર્યા સહિત ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા. વૈભવ સૂર્યવંશીએ હવે IPLમાં એક ઈનિંગમાં 10 કે તેથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં ક્રિસ ગેઈલની બરાબરી કરી લીધી છે, જેમાં બંનેએ 4-4 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.

IPLમાં પ્રથમ 6 ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ

વૈભવ સૂર્યવંશી - 8 છગ્ગા (Vs સનરાઈઝર્સ હૈદરાબાદ, 2026)

સનથ જયસૂર્યા - 7 છગ્ગા (Vs ચેન્નાઈ સુપર કિંગ્સ, 2008)

જોસ બટલર – 7 છગ્ગા (Vs દિલ્હી કેપિટલ્સ, 2018)

જોની બેયરસ્ટો – 7 છગ્ગા (Vs આરસીબી, 2022)

અભિષેક શર્મા - 7 છગ્ગા (Vs પંજાબ કિંગ્સ, 2026)

વૈભવ સૂર્યવંશી - 7 છગ્ગા (Vs સનરાઈઝર્સ હૈદરાબાદ, 2026)

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?