જો કોઈ ખેલાડીએ IPL 2026માં પોતાની બેટિંગથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હોય, તો તે છે 15 વર્ષનો રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી છે. એલિમિનેટર જેવી મોટી મેચમાં પણ આ યુવા બેટ્સમેનનું બેટ એ જ નિર્ભયતાથી બોલ્યું અને તેને માત્ર એક જ નહીં પરંતુ અનેક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા.

મુલ્લાનપુરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી એલિમિનેટર મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. આ વિસ્ફોટક ઈનિંગ સાથે તેને IPL પ્લેઓફ મેચોમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના સુરેશ રૈનાના 12 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી.

વૈભવે 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને IPL નોકઆઉટ મેચોમાં અડધી સદી ફટકારનાર સંયુક્ત સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. સુરેશ રૈનાએ 2014 ક્વોલિફાયરમાં પંજાબ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો અને ત્યારથી કોઈ બેટ્સમેન તેની બરાબરી કરી શક્યો નથી. હવે 15 વર્ષના વૈભવે ટોપ પર રૈનાની બરાબરી કરી છે.

IPL નોકઆઉટ/પ્લેઓફમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન

16 બોલ - સુરેશ રૈના Vs પંજાબ કિંગ્સ (2014)

16 બોલ - વૈભવ સૂર્યવંશી Vs સનરાઈઝર્સ હૈદરાબાદ (2026)

17 બોલ - એડમ ગિલક્રિસ્ટ Vs દિલ્હી કેપિટલ્સ (2009)

20 બોલ - એમએસ ધોની Vs મુંબઈ ઈન્ડિયન્સ (2012)

https://twitter.com/StarSportsIndia/status/2059644792725008627

ક્રિસ ગેઈલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટ્યો

વૈભવનો રેકોર્ડ તોડનાર દાવ અહીં જ અટક્યો નહીં. તેને આ સિઝનમાં ફટકારેલા છગ્ગાની સંખ્યા સાથે ઈતિહાસ પણ રચ્યો. આ સાથે તે એક જ IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો. તેને 2012 માં ક્રિસ ગેઈલના 14 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો. 15 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરીને વૈભવે દર્શાવ્યું કે તે માત્ર ભવિષ્યનો સ્ટાર જ નથી, પરંતુ વર્તમાનનો પણ એક મુખ્ય ખેલાડી છે.

600 રન પૂરા કરનાર સૌથી નાની ઉંમરના બેટ્સમેન બન્યા

આ મેચમાં વૈભવે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તે એક જ IPL સિઝનમાં 600 રન બનાવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. આ પહેલા આ રેકોર્ડ રિષભ પંતના નામે હતો, જેને 2018 માં દિલ્હી ડેરડેવિલ્સ માટે આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ વૈભવે માત્ર 15 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી વૈભવ ઝડપથી તેની સદી તરફ આગળ વધ્યો, તેને ફક્ત 28 બોલમાં 97 રન બનાવ્યા. પરંતુ તે બીજા જ બોલ પર આઉટ થઈ ગયો, જેના કારણે તે તેની ત્રીજી IPL સદીથી માત્ર 3 રન દૂર રહ્યો. આ સિઝનમાં વૈભવે ઓરેન્જ કેપની દોડમાં લીડ મેળવી લીધી છે. તેને પોતાની ઈનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેને IPL ઈનિંગમાં સૌથી વધુ 10+ છગ્ગા મારનારા બેટ્સમેન ક્રિસ ગેઈલની બરાબરી કરી. વૈભવના નામે હવે 680 રન છે, જેમાં રેકોર્ડ 65 છગ્ગાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?