IPL 2026ના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ એક ધમાકેદાર ઈનિંગ રમી જેને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું. માત્ર 29 બોલમાં 97 રન ફટકારીને વૈભવે સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર્સને હેરાન કરી દીધા. પરંતુ તે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી સદીથી માત્ર 3 રન દૂર રહ્યો, પરંતુ ઈનિંગ પછીના તેના નિવેદને બધાનું દિલ જીતી લીધું.

વૈભવ સૂર્યવંશીએ તોફાની ઈનિંગ રમી

રાજસ્થાન રોયલ્સના આ યુવા સ્ટારે સ્પષ્ટપણે કહ્યું કે તેના મનમાં સદી ન હતી, પરંતુ તે ફક્ત ટીમ માટે રમી રહ્યો હતો અને નેટમાં પ્રેક્ટિસ દરમિયાન જે કરે છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મુલ્લાનપુરમાં રમાઈ રહેલી આ એલિમિનેટર મેચમાં વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું.

વૈભવ સૂર્યવંશીએ યશસ્વી જયસ્વાલ સાથે પહેલી વિકેટ માટે 125 રનની પાર્ટનરશીપ કરીને રાજસ્થાનને શાનદાર શરૂઆત અપાવી. વૈભવે 29 બોલમાં 97 રન બનાવ્યા અને ક્રિસ ગેઈલનો સૌથી ઝડપી IPL સદીનો રેકોર્ડ તોડવાની ખૂબ નજીક પહોંચી ગયો. પરંતુ તે મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે 29મા બોલ પર આઉટ થઈ ગયો.

https://twitter.com/IPL/status/2059667823828607442

રાજસ્થાન રોયલ્સની ઈનિંગ પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના મનમાં સદી છે, તો વૈભવે શાનદાર જવાબ આપ્યો. તેને કહ્યું કે બધા કોચે તેને કહ્યું હતું કે મેચમાં પણ તે જ કરવાનું કહે છે જે તે નેટ પ્રેક્ટિસમાં કરતો હતો. સદી ચૂકી જવા વિશે પૂછવામાં આવતા વૈભવે કહ્યું કે "ના, તેમના મનમાં ખરેખર સદી ન હતી. તેને લાગે છે કે તેમને ફિલ્ડરને જોઈને શોટ રમ્યો હતો. જો તે ડીપ થર્ડ મેન ઉપર બોલ ફટકારી શક્યો હોત, તો તે વધુ સારી રીતે કનેક્ટ થઈ શક્યો હોત."

રાજસ્થાને મોટો સ્કોર બનાવ્યો

વૈભવની વિસ્ફોટક બેટિંગને કારણે રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ધ્રુવ જુરેલે પણ શાનદાર બેટિંગ કરી, માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી. પરંતુ અન્ય બેટ્સમેનો તે ગતિ જાળવી શક્યા નહીં. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પ્રફુલ હિંગે સૌથી સફળ બોલર રહ્યો, તેને 4 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ લીધી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?