IPL 2026 એલિમિનેટરમાં વૈભવ સૂર્યવંશીનું ધમાકેદાર પ્રદર્શન આખી દુનિયાએ જોયું. તેને માત્ર 29 બોલમાં 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકારીને 97 રન બનાવ્યા. એલિમિનેટરમાં રાજસ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું.

વૈભવ સૂર્યવંશીને તેની મેચવિનિંગ ઈનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ ઐતિહાસિક ઈનિંગ પછી વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.

હૈદરાબાદ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી IPL સદી ફટકારી ન હતી, પરંતુ તેને એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અત્યાર સુધી વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં કુલ 65 છગ્ગા ફટકાર્યા છે.

એલિમિનેટર પછીની પહેલી પ્રતિક્રિયા

એલિમિનેટર મેચ પછી વૈભવ સૂર્યવંશીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો. તેને કેપ્શન આપ્યું કે "વધુ રનની ભૂખ છે." વૈભવ સૂર્યવંશીની પોસ્ટ પર સુરેશ રૈનાએ પણ કોમેન્ચ કરી. સુરેશ રૈનાએ લખ્યું છે કે "શાબાશ ભાઈ, શાનદાર ઈનિંગ."

https://www.instagram.com/p/DY2ko0jEQ8v/?utm_source=ig_embed&utm_campaign=loading

બોલીવુડ એક્ટ્રેસ અને મોડેલ શહેનાઝ ગિલ પણ વૈભવની પ્રશંસા કર્યા વિના રહી શકી નહીં. તેણે લખ્યું છે કે "ભાઈ, અમને તમારા પર ખૂબ ગર્વ છે."

વૈભવ સૂર્યવંશીએ તોડ્યા ઘણા રેકોર્ડ

વૈભવ સૂર્યવંશીએ પોતાની ટૂંકી IPL કારકિર્દીમાં ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. તેને 22 મેચોમાં 932 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઈક રેટ 231.84 અવિશ્વસનીય છે. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે તેને પોતાના કરિયરમાં ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકાર્યા છે. વૈભવે પોતાના IPL કરિયરમાં 89 છગ્ગા અને 73 ચોગ્ગા ફટકાર્યા છે.

29 મેના રોજ રમાશે ક્વોલિફાયર 2

એલિમિનેટર જીત્યા પછી રાજસ્થાન રોયલ્સ 29 મેના રોજ ફરી મેદાનમાં ઉતરશે. ક્વોલિફાયર 2 માં તેઓ ગુજરાત ટાઈટન્સનો સામનો કરશે, જે ક્વોલિફાયર 1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગયું હતું. પોઈન્ટ ટેબલમાં ટોપ 2 સ્થાન પર રહેવાથી ગુજરાતને ફાઈનલમાં પહોંચવાની બીજી તક મળી છે. ક્વોલિફાયર 2 ના વિજેતાનો સામનો 31 મેના રોજ ફાઈનલમાં આરસીબી સામે થશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?