IPL 2026ની એલિમિનેટર મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે છે. આ મેચ ન્યુ ચંદીગઢ (મુલ્લાનપુર)માં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં વૈભવ સૂર્યવંશી તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડી શકે છે. તેની નજર ક્રિસ ગેઈલના રેકોર્ડ પર પણ રહેશે, જે 2012 થી અતૂટ છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 14 ઈનિંગમાં 583 રન બનાવ્યા છે. તેને SRH સામે 1 સદી ફટકારી છે. તેને 3 અડધી સદી પણ ફટકારી છે. વૈભવે અત્યાર સુધીમાં 53 છગ્ગા અને 50 ચોગ્ગા ફટકાર્યા છે. તે પહેલાથી જ એક સિઝનમાં ભારતીય દ્વારા સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ધરાવે છે. તે આજે વધુ 2 તોડી શકે છે.

IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા

વૈભવ એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બની ગયો છે, પરંતુ ક્રિસ ગેઈલ એકંદર લિસ્ટમાં ટોપ પર છે. ક્રિસ ગેઈલે 2012 માં 59 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારથી કોઈ બેટ્સમેન તેનો રેકોર્ડ તોડી શક્યો નથી, પરંતુ વૈભવ હવે તેને તોડવાની નજીક છે. વૈભવ સૂર્યવંશીને રેકોર્ડની બરાબરી કરવા માટે વધુ 6 છગ્ગા અને તેને તોડવા માટે 7 છગ્ગાની જરૂર છે.

એક સિઝનમાં અનકેપ્ડ ખેલાડી દ્વારા બનાવેલા સૌથી વધુ રન

એક જ સિઝનમાં અનકેપ્ડ ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે છે, જેને 2023માં 625 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 14 ઈનિંગમાં 583 રન બનાવ્યા છે. વૈભવને આ રેકોર્ડ તોડવા માટે વધુ 43 રનની જરૂર છે.

તમે કયા ચેનલ પર SRH vs RR લાઈવ મેચ જોઈ શકો છો?

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની એલિમિનેટર મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર પણ ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?