વિરાટ કોહલીએ IPLમાં એવી સિદ્ધિ મેળવી છે જે પહેલાં કોઈ મેળવી શક્યું નથી. તેને ગુજરાત ટાઈટન્સ સામેની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ઈતિહાસ રચ્યો. 43 રન બનાવીને વિરાટ સતત 4 સિઝનમાં 600+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો. વિરાટે અગાઉ 2023, 2024 અને 2025માં 600 થી વધુ રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ હવે IPL 2026 સીઝનમાં 15 મેચમાં 600 રન બનાવ્યા છે. તેને ગુજરાત સામે ક્વોલિફાયર 1 માં 25 બોલમાં 43 રન બનાવ્યા હતા. 2026 સીઝનમાં વિરાટ કોહલીએ 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે.

સતત 4 સીઝનમાં 600+ રન

વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સતત 4 સિઝનમાં 600+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. ક્રિસ ગેઈલ અને કેએલ રાહુલે અગાઉ સતત ત્રણ સિઝનમાં 600 કે તેથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ વિરાટ હવે તેમને પાછળ છોડી ચૂક્યો છે.

639 રન - IPL 2023

741 રન - IPL 2024

657 રન - IPL 2025

600 રન - IPL 2026

પ્લેઓફમાં વિરાટ કોહલીનો રેકોર્ડ સારો રહ્યો નથી. તેને અત્યાર સુધીમાં 18 પ્લેઓફ મેચ રમી છે, જેમાં 439 રન બનાવ્યા છે. પ્લેઓફના ઈતિહાસમાં, વિરાટે ફક્ત 2 અડધી સદી ફટકારી છે. તે IPL 2026ના પહેલા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ સામે પણ આવું કરવામાં નિષ્ફળ ગયો.

એ પણ એક આશ્ચર્યજનક હકીકત છે કે વિરાટે તેની સમગ્ર ટેસ્ટ કરિયર કરતાં IPLમાં વધુ રન બનાવ્યા છે. 282 મેચોમાં ફેલાયેલા તેના ઐતિહાસિક IPL કરિયરમાં તેને 9,261 રન બનાવ્યા છે, જ્યારે તેના ટેસ્ટ કરિયરમાં 9,230 રન હતા.

એવરેજ 50+ પ્રતિ સમય

વિરાટ કોહલીના આંકડા ઉત્સાહજનક છે કારણ કે તેને છેલ્લા ચાર સીઝનમાં દરેક સીઝનમાં 50 થી વધુ એવરેજથી રન બનાવ્યા છે. 2023માં તેને 53.25ની એવરેજથી રન બનાવ્યા હતા, જ્યારે 2024 માં તેને 61.75 ની પ્રભાવશાળી એવરેજથી રન બનાવ્યા હતા. ગયા સીઝનમાં, તેને 54.75 ની એવરેજથી રન બનાવ્યા હતા અને હવે IPL 2026માં તેને અત્યાર સુધી 50 થી વધુની એવરેજથી રન બનાવ્યા છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?