IPL 2026ની લીગ સ્ટેજ પૂર્ણ થઈ ગયો છે, અને હવે પ્લેઓફનો સમય છે. સીઝનની ક્વોલિફાયર 1 26 મેના રોજ ધર્મશાલામાં યોજાશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આજની મેચ ફાઈનલની દ્રષ્ટિએ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે વિજેતા ફાઈનલમાં સીધો પ્રવેશ મેળવશે. તેથી બંને ટીમો જીત પર નજર રાખી રહી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત ફાઈનલમાં પહોંચવાના સપના સાથે ધર્મશાલામાં પ્રવેશ કરશે, જ્યાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. વિરાટ કોહલીએ તેની IPL કરિયર દરમિયાન ઘણા રન બનાવ્યા છે, જ્યારે પ્લેઓફ મેચોની વાત આવે છે, ત્યારે તે આંકડાકીય રીતે ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. IPL 2026ના ક્વોલિફાયર 1 પહેલા તેના પ્લેઓફ રેકોર્ડે ફરી એકવાર ચર્ચા જગાવી છે.
વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી મોટો બેટ્સમેન
વિરાટ કોહલીનું IPL કરિયર કોઈ સ્વપ્નથી ઓછું રહ્યું નથી. તેને અત્યાર સુધીમાં 281 મેચોમાં 9218 રન બનાવ્યા છે, જેમાં 9 સદી અને 67 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન તેમની એવરેજ 40.07 અને સ્ટ્રાઈક રેટ 134.39 રહ્યો છે. 18 વર્ષની લાંબી રાહ જોયા પછી વિરાટ કોહલી અને RCB એ 2025 માં પહેલીવાર IPL ટ્રોફી જીતી. હવે ટીમ સતત બીજી વખત ટાઈટલ જીતવાની કગાર પર છે.
કિંગ કોહલી શાનદાર ફોર્મમાં
આ સિઝનમાં પણ વિરાટ કોહલીનું બેટ જોરશોરથી બોલાઈ રહ્યું છે. તેને 14 ઈનિંગમાં 557 રન બનાવ્યા છે. તેની એવરેજ 50.63 છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 163.82 રહ્યો છે, જે તેના આઈપીએલ કરિયરના કોઈપણ સીઝનમાં બેસ્ટ સ્ટ્રાઈક રેટ છે. આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી માટે પ્લેઓફ મેચ હંમેશા એટલી સફળ રહી નથી.
જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો વિરાટે અત્યાર સુધી આઈપીએલ પ્લેઓફમાં 17 મેચ રમી છે. આ મેચોમાં તેને પોતાના બેટથી ફક્ત 396 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી અને 1 ડકનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 26.40 રહી છે. હવે વિરાટ કોહલી પાસે પોતાનો રેકોર્ડ સુધારવાની તક હશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?