RCBએ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવીને IPL 2026નું ટાઈટલ જીત્યું. આ સિઝનમાં RCBને ચેમ્પિયન બનાવવામાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. IPL 2026માં તેને 16 મેચમાં 600 થી વધુ રન બનાવ્યા, જેનાથી ટીમ સતત બીજી સિઝનમાં ટ્રોફી જીતી શકી.
ફાઈનલમાં મેચવિનિંગ ઈનિંગ રમ્યા બાદ વિરાટ કોહલીએ આ સિઝનમાં તેની ટીમના પ્રદર્શનની ચર્ચા કરી અને આ સિઝનમાં RCB માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ શું હતો તે પણ જાહેર કર્યું.
MI સામેની જીતથી અમને આત્મવિશ્વાસ મળ્યો - વિરાટ કોહલી
ફાઈનલ જીત્યા પછી વિરાટ કોહલીએ કહ્યું કે "મને લાગે છે કે આ વખતે અમારા પર ગયા વર્ષે જેટલું દબાણ ન હતું. અમે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહ્યા અને પોતાને કહ્યું કે જો આપણે આપણી યોજના પર ટકી રહીશું, તો આપણે બેસ્ટ છીએ. આ સિઝનમાં અમારી ટીમમાં કેટલાક મહાન ખેલાડીઓ હતા, અને તેઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સમજદારી દર્શાવી."
વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે વિરામ પછી અમને હારનો સામનો કરવો પડ્યો અને પછી મુંબઈ ઈન્ડિયન્સ સામે નજીકથી જીત મળી. તે થોડું મુશ્કેલ હતું, પરંતુ તે એક જીત પછી, અમારો આત્મવિશ્વાસ પરત ફર્યો અને તે આ સિઝનમાં અમારા માટે ટર્નિંગ પોઈન્ટ હતો. તે ખરેખર અદ્ભુત છે, ટ્રોફી જીતવા માટે અમારે લાંબો સમય રાહ જોવી પડી.
સારી વાત એ છે કે તમારે હંમેશા એકલા ઊભા રહેવાની જરૂર નથી, અમારી સામે, અમારી પાછળ અને અમારી સાથે જવાબદારી લેતા ઘણા અન્ય ખેલાડીઓ છે. અમારી બોલિંગ ખરેખર વિશ્વસ્તરીય હતી. જોશ હેઝલવુડ, ભુવી અને રસીખે શાનદાર પ્રદર્શન કર્યું. અમારી ટીમમાં હવે ખૂબ જ સંતુલન અને તાકાત છે.
વિરાટ કોહલી માટે IPL 2026 સીઝન કેવું રહ્યું?
વિરાટ કોહલીની વાત કરીએ તો તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે રહ્યો. તેને 16 મેચમાં 56.25ની એવરેજ સાથે અને 165.85ની સ્ટ્રાઈકિંગ રેટિંગ સાથે 675 રન બનાવ્યા. તેને આ સિઝનમાં 1 સદી અને 5 અડધી સદી પણ ફટકારી. તે એકમાત્ર બેટ્સમેન છે જેને સતત ચાર IPL સિઝનમાં 600 થી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?