IPL 2027ની તૈયારી હવે વધુ તેજ બની છે. તમામ 10 ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. હવે ચાહકોની નજર ખેલાડીઓની હરાજી પર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ IPL 2027ના ઓક્શનની તારીખ અને સમયની જાહેરાત કરી છે. આ વખતે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે. ખાસ વાત એ છે કે આ વખતે ઓક્શન સાંજના બદલે સવારે શરૂ થશે.
16 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી શરૂ થશે ઓક્શન
IPL 2027 માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બર,બુધવારે યોજાવાની છે. આ વખતે હરાજી ભારતના ગોવામાં થશે. ઓક્શન સવારે 11 વાગ્યે શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલવાની શક્યતા છે.અગાઉની કેટલીક હરાજીમાં સાંજના સમયે ઓક્શન શરૂ થતું હતું અને મોડી રાત સુધી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવતી હતી. જોકે, આ વખતે સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ચાહકોને દિવસ દરમિયાન જ ખેલાડીઓની હરાજી જોવાની તક મળશે.
https://x.com/RCBTweets/status/2122950376962027737?a=2bUr4wWKzIZ5VCdvQ4g&s=20
10 ટીમો પાસે કુલ 66 ખેલાડીઓના સ્લોટ ખાલી
રિટેન્શન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે તમામ 10 ટીમો પાસે મળીને કુલ 66 ખેલાડીઓના સ્લોટ ખાલી છે. એટલે કે હરાજીમાં વધુમાં વધુ 66 ખેલાડીઓ ખરીદી શકાશે. આમાંથી 25 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.રિટેન્શન દરમિયાન ગુજરાત ટાઇટન્સે સૌથી વધુ 22 ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખ્યા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ,પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે 19-19 ખેલાડીઓને રિટેન કર્યા છે.હવે હરાજીમાં ટીમો પોતાની જરૂરિયાત પ્રમાણે બેટર, બોલર અને ઓલરાઉન્ડર ખરીદવા માટે બોલી લગાવશે.
લખનઉ સુપર જાયન્ટ્સ પાસે સૌથી મોટું પર્સ
હરાજી પહેલાં દરેક ટીમ પાસે ઉપલબ્ધ રકમ પણ મહત્વની રહેશે. આ મામલે લખનઉ સુપર જાયન્ટ્સ સૌથી આગળ છે. LSG પાસે આશરે ₹47.45 કરોડનું પર્સ બાકી છે.ત્યારબાદ કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે ₹41.65 કરોડ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે આશરે ₹40 કરોડ અને દિલ્હી કેપિટલ્સ પાસે લગભગ ₹39 કરોડ બાકી છે.

આ વખતે લખનઉ અને કોલકાતા જેવી ટીમો પાસે મોટા ખેલાડીઓ ખરીદવાની સારી તક રહેશે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે મર્યાદિત બજેટમાં પોતાની ટીમની જરૂરિયાતો પૂરી કરવી પડશે.હવે 16 ડિસેમ્બરે યોજાનારી હરાજીમાં કયા ખેલાડીને સૌથી મોટી બોલી મળશે અને કઈ ટીમ સૌથી મજબૂત ખેલાડીઓ ખરીદશે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો- IPL 2027 પહેલાં KKRમાં મોટો ખેલ! શાહરુખ ખાનની ટીમમાં નવા ભાગીદારની એન્ટ્રી?