IPL 2027 પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે KKR સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની માલિકીની આ ટીમમાં અમેરિકાની જાણીતી રોકાણ કંપની એરીસ મેનેજમેન્ટ નવા ભાગીદાર તરીકે જોડાઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર એરીસ મેનેજમેન્ટ KKRમાં 22.5 ટકા હિસ્સો ખરીદવા તૈયાર છે. આ સોદાની કિંમત આશરે 400 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹3,700 કરોડ હોવાનું કહેવાય છે.આ સોદા બાદ KKRની કુલ કિંમત 1.78 બિલિયન ડોલર એટલે કે આશરે ₹16,634 કરોડ થઈ શકે છે.આ રોકાણથી ટીમની માલિકીનું માળખું બદલાશે.પરંતુ શાહરુખ ખાનની સૌથી મોટી ભાગીદારી યથાવત્ રહેશે.
જય મહેતા વેચશે પોતાની 45 ટકા ભાગીદારીમાંથી અડધો હિસ્સો
મીડિયા રિપોર્ટ અનુસાર KKRના હાલના સહમાલિક જય મહેતા પોતાની 45 ટકા ભાગીદારીમાંથી અડધો હિસ્સો વેચવાની ચર્ચા ચાલી રહી છે.આ હિસ્સો એટલે કે 22.5 ટકા ભાગીદારી એરીસ મેનેજમેન્ટ ખરીદશે.વર્ષ 2007માં શાહરુખ ખાને અભિનેત્રી જુહી ચાવલા અને તેમના પતિ જય મહેતા સાથે મળીને કોલકાતા નાઇટ રાઇડર્સ ખરીદી હતી.આ માટે કોલકાતા નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવવામાં આવી હતી.હાલમાં ટીમમાં શાહરુખ ખાનની 55 ટકા ભાગીદારી છે,જ્યારે જુહી ચાવલા અને જય મહેતા પાસે સંયુક્ત રીતે 45 ટકા હિસ્સો છે.
https://x.com/CricketCentrl/status/2122960803846656197?a=TRfT-VHNAZStMfcIxPQ&s=20
કોણ છે KKRમાં નવા માલિક
એરીસ મેનેજમેન્ટ અમેરિકાની જાણીતી રોકાણ અને એસેટ મેનેજમેન્ટ કંપની છે.રમતગમત ક્ષેત્રે પણ આ કંપનીનું રોકાણ છે.મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીનો ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ ચેલ્સી FC અને NFLની ટીમ મિયામી ડોલ્ફિન્સમાં હિસ્સો છે.આ ઉપરાંત એરીસ મેનેજમેન્ટ પાસે ઇન્ટર મિયામી CFમાં પણ લઘુમતી ભાગીદારી છે. આ એ જ ફૂટબોલ ક્લબ છે, જેના માટે આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી રમે છે.ક્રિકેટમાં પણ કંપનીની હાજરી છે.એરીસ મેનેજમેન્ટ ધ હન્ડ્રેડની ટીમ ટ્રેન્ટ રોકેટ્સની સહમાલિક છે.આ ટીમે 2026માં મહિલા હન્ડ્રેડનો ખિતાબ જીત્યો હતો.
BCCIને પણ મળશે આશરે ₹200 કરોડ
આ સોદાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIને પણ આર્થિક ફાયદો થવાની શક્યતા છે.આ ડીલમાં BCCIને કુલ 5 ટકા જેટલી રકમ મળી શકે છે.આ હિસાબે બોર્ડને આશરે 20 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹200 કરોડ મળવાની સંભાવના છે.જોકે આ સોદા માટે BCCIની મંજૂરી જરૂરી રહેશે.અહેવાલ પ્રમાણે,આ વ્યવહાર રોકડમાં થવાનો છે.
KKR ત્રણ વખત જીતી ચૂકી છે IPLનો ખિતાબ
- 2012: પ્રથમ વખત IPL ચેમ્પિયન
- 2014: બીજી વખત ખિતાબ જીત્યો
- 2024: ત્રીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી
આ પણ વાંચો- Australiaની ધરતી પર બેન ડકેટનો ધડાકો, વનડે કરિયરની 7મી સદી ફટકારી!