IPL 2027 પહેલાં ખેલાડીઓના ટ્રેડ અને ટીમોના સમીકરણો બદલાવાની સાથે હવે કેપ્ટનશિપને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. આગામી સિઝનમાં 4 ફ્રેન્ચાઇઝીને નવા કેપ્ટનની જરૂર પડી શકે છે, જ્યારે 6 ટીમોના કેપ્ટન લગભગ નક્કી માનવામાં આવે છે.હાર્દિક પંડ્યા, ઋષભ પંત અને પેટ કમિન્સ જેવા ખેલાડીઓની સ્થિતિ આગામી સિઝનના કેપ્ટનશિપ સમીકરણમાં મહત્ત્વની બની શકે છે. તો બીજી તરફ રિંકુ સિંહ, તિલક વર્મા અને એડન માર્કરમ જેવા ખેલાડીઓ પાસે નવી જવાબદારી સંભાળવાની તક હોઈ શકે છે.

IPL 2027માં કેપ્ટનશિપનું આખું ગણિત

IPL 2027 Captaincy Predictions

 આ 4 ટીમોને મળી શકે છે નવો કેપ્ટન

IPL 2027 Captaincy Candidates

આ 6 ટીમોના કેપ્ટન લગભગ નક્કી

ચેન્નાઈ સુપર કિંગ્સ – ઋતુરાજ ગાયકવાડ

મહેન્દ્ર સિંહ ધોની બાદ ચેન્નાઈએ ઋતુરાજ ગાયકવાડને નેતૃત્વની જવાબદારી સોંપી હતી. આગામી સિઝનમાં પણ ઋતુરાજ જ ટીમની કમાન સંભાળે તેવી શક્યતા છે.

Rituraj Gaikwad

ગુજરાત ટાઇટન્સ – શુભમન ગિલ

શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો મુખ્ય કેપ્ટન છે. તેની યુવા આગેવાની અને બેટિંગને ધ્યાનમાં રાખીને 2027માં પણ તેની પાસે જ જવાબદારી રહે તેવી સંભાવના છે.

Shubman Gill

રાજસ્થાન રોયલ્સ – રિયાન પરાગ

રિયાન પરાગને નેતૃત્વની જવાબદારી મળ્યા બાદ આગામી સિઝનમાં પણ તેની ભૂમિકા મહત્ત્વની રહી શકે છે. ટીમ તેના પર ફરી વિશ્વાસ મૂકી શકે છે.

Riyan Parag

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ – રજત પાટીદાર

રજત પાટીદારના નેતૃત્વમાં RCBએ 2025માં પ્રથમ IPL ખિતાબ જીત્યો હતો. આ સફળતા બાદ ટીમ તેની સાથે આગળ વધે તેવી શક્યતા છે.

Rajat Patidar

પંજાબ કિંગ્સ – શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યર પંજાબની ટીમનો મુખ્ય કેપ્ટન છે. હાર્દિક પંડ્યાના સંભવિત આગમન બાદ પણ શ્રેયસની ભૂમિકા શું રહેશે તે જોવાનું રહેશે. હાર્દિકને ઉપકેપ્ટન બનાવવાની શક્યતા પણ ચર્ચાનો વિષય બની શકે છે.

Shreyas Iyer

દિલ્હી કેપિટલ્સ – અક્ષર પટેલ

અક્ષર પટેલ પાસે નેતૃત્વનો અનુભવ છે. દિલ્હી આગામી સિઝનમાં પણ તેના પર વિશ્વાસ જાળવી શકે છે. જોકે, ટીમમાં ખેલાડીઓના ફેરફાર બાદ અંતિમ નિર્ણય મહત્ત્વનો રહેશે.

Akshar Patel


કેપ્ટનશિપમાં ફેરફાર પાછળનાં 3 મોટાં કારણ

IPL 2027_ ત્રણ કેપ્ટનશિપ કારણો

 IPL 2027માં સૌથી મોટો સવાલ કોનો?

મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની સ્થિતિ, KKRમાં રિંકુ સિંહને મળતી જવાબદારી અને લખનઉમાં એડન માર્કરમની સંભાવના સૌથી વધુ ચર્ચામાં રહી શકે છે.બીજી તરફ પંજાબમાં શ્રેયસ અય્યર અને દિલ્હી કેપિટલ્સમાં અક્ષર પટેલની કેપ્ટનશિપ યથાવત્ રહેશે કે નહીં તે પણ જોવાનું રહેશે.