IPL 2027 પહેલાં ક્રિકેટ જગતમાં મોટો ધમાકો થયો છે. મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઝડપી બોલર અર્શદીપ સિંહને લઈને મોટી ટ્રેડ ડીલ થઈ છે. આ સોદા હેઠળ હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઇન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં જોડાશે, જ્યારે અર્શદીપ સિંહ પંજાબ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે. IPL દ્વારા 11 નવેમ્બરે આ ટ્રેડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે શું હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ પણ સંભાળશે કે પછી શ્રેયસ અય્યરના નેતૃત્વમાં રમતા જોવા મળશે?
હાર્દિક અને અર્શદીપ વચ્ચે થઈ મોટી અદલાબદલી
IPL 2027 માટે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક-એક ખેલાડીની અદલાબદલી થઈ છે. હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સનો ભાગ બનશે, જ્યારે અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે.આ સોદામાં બંને ખેલાડીઓની કિંમત પણ જાહેર કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સમાં અગાઉ 16.35 કરોડ રૂપિયા મળતા હતા, પરંતુ પંજાબ કિંગ્સમાં હવે તેમની ફી વધીને 18 કરોડ રૂપિયા થઈ છે.બીજી તરફ અર્શદીપ સિંહની ફી 18 કરોડ રૂપિયા જ રહેશે. એટલે કે બંને ખેલાડીઓ આગામી સિઝનમાં 18-18 કરોડ રૂપિયાની ફી સાથે પોતાની નવી ટીમમાં રમશે.
https://x.com/IPL/status/2120365798841790763?s=20
બીજીવાર હાર્દિકે બદલી IPL ટીમ
હાર્દિક પંડ્યાએ વર્ષ 2015માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ લાંબા સમય સુધી મુંબઈની ટીમનો ભાગ રહ્યા હતા. ત્યારબાદ IPL 2022 પહેલાં તેઓ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયા હતા.ગુજરાત ટાઇટન્સે તેમને કેપ્ટન બનાવ્યા હતા. હાર્દિકે પોતાની પહેલી જ સિઝનમાં ટીમને IPL ચેમ્પિયન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. વર્ષ 2023માં પણ તેમની આગેવાની હેઠળ ગુજરાતની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી.ત્યારબાદ વર્ષ 2024માં હાર્દિક ફરી મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યા હતા. તેમને રોહિત શર્માના સ્થાને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જોકે, મુંબઈ તેમની કેપ્ટનશિપમાં અપેક્ષા પ્રમાણે સફળતા મેળવી શક્યું નહોતું.હવે IPL 2027માં હાર્દિક પંજાબ કિંગ્સ તરફથી નવી શરૂઆત કરશે.
https://x.com/ANI/status/2120366818854625509?a=h4d1DQpD9kr0kQ4vtcg&s=20
અર્શદીપ સિંહની પણ બદલાઈ ટીમ
અર્શદીપ સિંહ માટે પણ આ મોટો ફેરફાર છે. વર્ષ 2019માં IPLમાં પ્રવેશ કર્યા બાદ તેઓ અત્યાર સુધી પંજાબ કિંગ્સ તરફથી જ રમતા હતા.પંજાબ માટે રમતાં તેમણે 96 મેચમાં 111 વિકેટ ઝડપી હતી. તેઓ ફ્રેન્ચાઇઝીના સૌથી વધુ વિકેટ લેનારા બોલર પણ છે.હવે મુંબઈ ઇન્ડિયન્સે તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. ડાબોડી ઝડપી બોલર તરીકે અર્શદીપ મુંબઈના બોલિંગ વિભાગને મજબૂતી આપી શકે છે. ખાસ કરીને ડેથ ઓવરમાં તેમની બોલિંગ ટીમ માટે ઉપયોગી બની શકે છે.
શું હાર્દિક પંડ્યા બનશે પંજાબનો નવો કેપ્ટન?
હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાતાં કેપ્ટનશિપ અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલમાં શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સનો કેપ્ટન છે. તેમની આગેવાનીમાં ટીમે ગત સિઝનમાં ફાઇનલ સુધીની સફર કરી હતી.હાર્દિક અગાઉ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. તેથી તેમની પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. જોકે, પંજાબ કિંગ્સે હજી સુધી શ્રેયસ અય્યરના સ્થાને હાર્દિકને કેપ્ટન બનાવવાની કોઈ જાહેરાત કરી નથી.આથી આગામી સિઝનમાં હાર્દિક ખેલાડી તરીકે રમશે કે તેમને કોઈ મોટી જવાબદારી મળશે તે જોવું રસપ્રદ રહેશે. હાલના સંકેતો પ્રમાણે શ્રેયસ અય્યર જ પંજાબના કેપ્ટન છે.હવે IPL 2027માં નવી ટીમ સાથે હાર્દિક અને અર્શદીપ કેવું પ્રદર્શન કરે છે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો - Sanju Samson Birthday : જન્મદિવસે જ ચમકી સંજુ સેમસનની કિસ્મત, મળી મોટી જવાબદારી