IPL 2027 પહેલાં જ ફ્રેન્ચાઇઝીઓમાં કેપ્ટનશિપને લઈને ચર્ચા તેજ બની છે.આગામી સિઝન પહેલાં યોજાનારા મિની ઓક્શનને ધ્યાનમાં રાખીને ટીમો પોતાની રિટેન્શન યાદી તૈયાર કરી રહી છે.જોકે કેટલીક મોટી ટીમો સામે ખેલાડીઓની પસંદગી કરતાં પણ મોટો સવાલ કેપ્ટનશિપનો છે.મુંબઈ ઈન્ડિયન્સ,કોલકાતા નાઈટ રાઈડર્સ,લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સને નવા કેપ્ટન અંગે નિર્ણય લેવાનો છે. ક્યાંક રોહિત શર્માની વાપસીની ચર્ચા છે તો ક્યાંક રિંકુ સિંહ અને એડન માર્કરમ જેવા ખેલાડીઓના નામ આગળ છે.ખાસ કરીને ઋષભ પંતના દિલ્હી કેપિટલ્સમાં પાછા ફરવાથી ટીમનું કેપ્ટનશિપનું સમીકરણ વધુ રસપ્રદ બની ગયું છે.

મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માની ફરી વાપસી થશે?

મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટનશિપનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં ગયા બાદ ટીમમાં કેપ્ટનશિપની જગ્યા ખાલી થઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું મુંબઈ ફરી એકવાર પાંચ વખત IPL ખિતાબ જીતાડનાર રોહિત શર્માને કેપ્ટન બનાવશે?રોહિત પાસે કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે. તે મુંબઈની ટીમના ખેલાડીઓ અને ટીમની કાર્યશૈલીથી પણ સારી રીતે પરિચિત છે. આથી તે ફ્રેન્ચાઇઝી માટે સૌથી મજબૂત વિકલ્પ બની શકે છે.બીજી તરફ યુવા બેટ્સમેન તિલક વર્માનું નામ પણ ભવિષ્યના કેપ્ટન તરીકે ચર્ચાઈ રહ્યું છે. મુંબઈ મેનેજમેન્ટ અનુભવી કેપ્ટન પર વિશ્વાસ મૂકશે કે યુવા ખેલાડીને જવાબદારી સોંપશે તે જોવું રસપ્રદ રહેશે.

https://x.com/IPL/status/2120365798841790763?a=E7yP8tSUdtbIf_IVWQI&s=20

રહાણે બાદ KKRની કમાન કોણ સંભાળશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પણ નવા કેપ્ટનની પસંદગી કરવાનો પડકાર છે. અજિંક્ય રહાણેના સંન્યાસ બાદ ટીમે આગામી સિઝન માટે નવા કેપ્ટન અંગે વિચારવું પડશે.આ રેસમાં રિંકુ સિંહનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. રિંકુ લાંબા સમયથી KKR સાથે જોડાયેલો છે અને ટીમના મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ છે. તેની પાસે મેચ જીતાડવાની ક્ષમતા પણ છે.જોકે, IPL જેવી મોટી T20 લીગમાં કેપ્ટનશિપ કરવી સરળ નથી. દબાણની સ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાનો અનુભવ પણ એટલો જ જરૂરી છે. તેથી KKR મેનેજમેન્ટ રિંકુ સિંહને જવાબદારી આપશે કે કોઈ અનુભવી ખેલાડીની પસંદગી કરશે તેના પર સૌની નજર રહેશે.

https://x.com/IPL/status/2118259725368463705?a=WTEAratSF8KLpr-5VBQ&s=20

લખનઉ સુપર જાયન્ટ્સમાં એડન માર્કરમ સૌથી મોટો દાવેદાર?

લખનઉ સુપર જાયન્ટ્સ માટે પણ કેપ્ટનશિપનો મુદ્દો મહત્વનો છે. ઋષભ પંતના દિલ્હી કેપિટલ્સમાં પાછા ફર્યા બાદ લખનઉએ નવા કેપ્ટનની શોધ કરવી પડશે.ટીમ સતત બે સિઝનથી પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નથી. આવી સ્થિતિમાં મેનેજમેન્ટ આગામી સિઝન માટે મજબૂત નેતૃત્વ ઇચ્છશે.આફ્રિકાના અનુભવી બેટ્સમેન એડન માર્કરમ કેપ્ટનશિપ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત નિકોલસ પૂરન અને મિચેલ માર્શનાં નામની પણ ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે લખનઉ કોના હાથમાં ટીમની કમાન સોંપે છે.

https://x.com/IPL/status/2069329879552995654?a=1rNUahqq91-q9G-swus&s=20

દિલ્હી કેપિટલ્સમાં પંત, અક્ષર કે રાહુલ?

દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટનશિપનું સમીકરણ સૌથી વધુ રસપ્રદ બની ગયું છે.ઋષભ પંતની ટીમમાં વાપસી બાદ હવે સવાલ એ છે કે આગામી સિઝનમાં કેપ્ટન કોણ બનશે?2026માં અક્ષર પટેલે ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. તે હજુ પણ ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી છે.બીજી તરફ ઋષભ પંત અગાઉ દિલ્હીનું નેતૃત્વ કરી ચૂક્યો છે. આથી ફ્રેન્ચાઇઝી ફરી એકવાર તેના પર વિશ્વાસ મૂકી શકે છે.આ ઉપરાંત કેએલ રાહુલનું નામ પણ કેપ્ટનશિપના વિકલ્પ તરીકે સામે આવી રહ્યું છે.ટીમના મુખ્ય કોચ સૌરવ ગાંગુલી અને સહાયક કોચ યુવરાજ સિંહની નવી કોચિંગ જોડી માટે આ નિર્ણય સરળ નહીં હોય.હવે IPL 2027 પહેલાં ચારેય ટીમોના કેપ્ટનશિપના સસ્પેન્સ પરથી પડદો ક્યારે ઊંચકાશે તેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો - Vaibhav Sooryavanshiને અચાનક કેમ કરાયો બહાર? સામે આવ્યું મોટું કારણ!