ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026માં બિહારની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.જોકે,ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં તેનું બેટિંગમાં ખાસ પ્રદર્શન જોવા મળ્યું નહોતું.હવે બીજી મેચમાં વૈભવ ન તો કેપ્ટન તરીકે જોવા મળ્યો છે અને ન તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે.આ નિર્ણયથી ક્રિકેટ ચાહકોના મનમાં અનેક સવાલો ઊભા થયા છે.શું પ્રથમ મેચમાં ખરાબ પ્રદર્શનને કારણે વૈભવને બહાર કરવામાં આવ્યો છે? તો તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ કંઈક અલગ છે.વૈભવ ટૂંક સમયમાં ભારતની એ ટીમ સાથે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં રમતો જોવા મળશે.

વૈભવની જગ્યાએ સૂરજ કશ્યપ બન્યો બિહારનો કેપ્ટન

હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે.આ ટૂર્નામેન્ટ માટે બિહારની ટીમની જાહેરાત કરવામાં આવી હતી,જેમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી.બિહારની ટીમે પોતાની પ્રથમ મેચ સૌરાષ્ટ્ર સામે રમી હતી.જોકે આ મેચમાં વૈભવનું બેટિંગમાં ખાસ પ્રદર્શન જોવા મળ્યું નહોતું.તે માત્ર 18 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.એટલું જ નહીં,તેની કેપ્ટનશિપમાં બિહારની ટીમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.હવે બિહારની ટીમ પોતાની બીજી મેચ રેલવે સામે રમી રહી છે.આ મેચમાં વૈભવની જગ્યાએ સૂરજ કશ્યપને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળ્યું નથી.

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે વૈભવની પસંદગી

વૈભવને બીજી મેચમાંથી બહાર રાખવા પાછળનું મુખ્ય કારણ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ છે.આ ટૂર્નામેન્ટમાં ભારતની એ ટીમ ભાગ લેવાની છે અને વૈભવને ટીમમાં ઓપનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની કેપ્ટનશિપ તિલક વર્માને સોંપવામાં આવી છે.ટૂર્નામેન્ટની શરૂઆત 19 નવેમ્બરથી થશે, જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 20 નવેમ્બરે નેપાળ સામે રમશે.આ પછી 22 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાશે. આ ટૂર્નામેન્ટનું આયોજન દોહામાં કરવામાં આવશે.ટૂર્નામેન્ટ નજીક હોવાથી ભારતીય ટીમના ખેલાડીઓ તૈયારીઓ માટે રવાના થઈ રહ્યા છે.આ જ કારણથી વૈભવ હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહારની આગામી મેચો રમી શકશે નહીં.એટલે કે પ્રથમ મેચમાં 18 રન બનાવ્યા બાદ તેને બહાર રાખવાનો નિર્ણય ખરાબ પ્રદર્શનને કારણે નહીં,પરંતુ આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની તૈયારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતની  ટીમ

અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), તિલક વર્મા (કેપ્ટન), રિંકુ સિંહ (ઉપકેપ્ટન), કુમાર કુશાગ્ર, સૂર્યાંશ શેડગે, શહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અરશદ ખાન, આયુષ બદોની,

આ પણ વાંચો -Virat Kohli-Shreyas Iyer : કોહલીની સલાહ ન માનવી શ્રેયસને પડી ભારે! ફેન્સે સોશિયલ મીડિયા પર લીધો ઉધડો