ભારતીય ક્રિકેટ ટીમના બે અગ્રણી ખેલાડીઓ કુલદીપ યાદવ અને ઋષભ પંત IPL ટીમ બદલવાના છે.મીડિયા રિપોર્ટ અનુસાર કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યા છે.ઋષભ પંત પણ લખનૌ સુપરજાયન્ટ્સ છોડવાની તૈયારીમાં છે.કુલદીપ યાદવ IPL 2027માં દિલ્હીને બદલે લખનૌ સુપરજાયન્ટ્સ માટે રમશે.ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ પરત ફરી શકે છે.IPL 2026માં લખનૌના ખરાબ પ્રદર્શન બાદ ઋષભ પંતે પણ કેપ્ટનશીપ છોડી દીધી હતી. લખનૌ આ ખેલાડીને પ્રતિ સીઝન રૂ.27 કરોડ ચૂકવે છે. પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે.
ઋષભ પંત લખનૌ સુપરજાયન્ટ્સ કેમ છોડી રહ્યા છે?
IPL 2025 પહેલા લખનૌ દ્વારા ઋષભ પંતને રૂ.27 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. આ પછી, ટીમના માલિક સંજીવ ગોએન્કાએ દાવો કર્યો હતો કે આ ખેલાડી આગામી 10 વર્ષમાં ઘણી વખત IPL જીતશે, પરંતુ પંત ફક્ત બે વર્ષમાં ટીમની બહાર હોય તેવું લાગે છે. ઋષભ પંતે IPL 2025 અને 2026 બંનેમાં સરેરાશ 269 રન બનાવ્યા હતા. IPL 2026 માં, પંતે 312 રન બનાવ્યા હતા.
કુલદીપ યાદવ દિલ્હી ટીમ કેમ છોડી રહ્યો છે?
કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ કેમ છોડી રહ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. જોકે, IPL 2026 માં ખેલાડીનું પ્રદર્શન નબળું હતું. તે 12 મેચમાં ફક્ત 10 વિકેટ જ મેળવી શક્યો. તેનો ઇકોનોમી રેટ પણ પ્રતિ ઓવર 10 રનથી વધુ હતો. કુલદીપ યાદવને દિલ્હી કેપિટલ્સ દ્વારા ₹13.25 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો હતો. તે 2022 થી ટીમ સાથે હતો, પરંતુ હવે તેણે છોડવાનો નિર્ણય લીધો છે.
કેએલ રાહુલ કેપ્ટન બની શકે છે.
બીજા મોટા સમાચાર એ છે કે કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેણે અગાઉ લખનૌ સુપરજાયન્ટ્સની કેપ્ટનશીપ કરી હતી, અને હવે દિલ્હી તેને કેપ્ટન બનાવવાનું પણ વિચારી રહ્યું છે. બીજો મોટો અપડેટ એ છે કે સૌરવ ગાંગુલી ટીમના કોચિંગ સ્ટાફનું નેતૃત્વ કરી શકે છે. દિલ્હી કેપિટલ્સ આગામી સિઝનમાં ઘણા મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.
આ પણ વાંચો - IND A vs SL A : ફાઈનલ મેચમાં શ્રીલંકા સાથે ટક્કર, વૈભવ સુર્યવંશી પર...