આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું કદ વધુ મજબૂત બન્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ સચિવ અને ICCના વર્તમાન ચેરમેન જય શાહને ફરી એકવાર મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જય શાહને બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચેરમેન તરીકે પસંદ કર્યા છે. ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં તમામ સભ્યોએ સર્વસંમતિથી તેમના નામને મંજૂરી આપી હતી. બીજી વખત આ જવાબદારી મળ્યા બાદ જય શાહે તમામ ડિરેક્ટર્સનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દુનિયાભરમાં ક્રિકેટનો વિકાસ કરવો અને રમતને નવી ઊંચાઈએ લઈ જવી તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે.

જય શાહને ફરી મળી ICCના ચેરમેનની જવાબદારી

ICCના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં જય શાહને બીજા કાર્યકાળ માટે ચેરમેન તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ સભ્યોએ આ પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી હતી.જય શાહે 1 ડિસેમ્બર 2024ના રોજ પ્રથમ વખત ICC ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. માત્ર 35 વર્ષની ઉંમરે આ પદ સંભાળીને તેઓ ICCના ઇતિહાસમાં સૌથી યુવા ચેરમેન બન્યા હતા.આ પહેલાં તેઓ ઓક્ટોબર 2019થી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સચિવ તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી હતી.

પ્રથમ કાર્યકાળમાં ક્રિકેટ માટે લીધા અનેક મોટા નિર્ણયો

જય શાહના પ્રથમ કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા હતા. ખાસ કરીને ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી માટેના પ્રયાસોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.128 વર્ષ બાદ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહિલા ક્રિકેટના વિકાસ, વૈશ્વિક સ્તરે ક્રિકેટના પ્રસાર અને મહિલા ટૂર્નામેન્ટ્સની લોકપ્રિયતા વધારવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.જય શાહના કાર્યકાળ દરમિયાન ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026 જેવી મોટી ટૂર્નામેન્ટ્સનું આયોજન કર્યું હતું. આ સાથે એસોસિએટ દેશોમાં ક્રિકેટના વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અને નાણાકીય સહાય મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

https://x.com/ICC/status/2122193754023166405?a=vNCKhRdlZM6RqtVDUE0&s=20

બીજી વખત ચેરમેન બન્યા બાદ જય શાહે શું કહ્યું?

બીજા કાર્યકાળ માટે પસંદગી થયા બાદ જય શાહે ICCના તમામ ડિરેક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું હતું કે,ICC બોર્ડે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેનાથી હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. સતત વિશ્વાસ અને સમર્થન આપવા બદલ હું તમામ ડિરેક્ટ

હવે વિશ્વ ક્રિકેટના વિકાસ પર રહેશે નજર

જય શાહને બીજી વખત ICCના ચેરમેન બનાવવામાં આવ્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના આગામી નિર્ણયો પર સૌની નજર રહેશે. ખાસ કરીને ઓલિમ્પિકમાં ક્રિકેટની લોકપ્રિયતા વધારવી, મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવું અને નવા દેશોમાં ક્રિકેટનો વિસ્તાર કરવો તેમના માટે મહત્વપૂર્ણ મુદ્દા રહેશે.

આ પણ વાંચો - Joe Root Record : ફિલ્ડિંગમાં જો રૂટનો ધમાકો! દ્રવિડને પાછળ છોડી રચ્યો ઇતિહાસ